• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

આજે ન્યુઝિલેન્ડ અને દ.આફ્રિકા વચ્ચે ખિતાબી જંગ

મહિલા T-20 વિશ્વકપને મળશે નવી વિજેતા ટીમ : દુબઈમાં ફાઇનલ મુકાબલો

નવી દિલ્હી, તા. 19 : આઇસીસી મહિલા ટી20 વિશ્વકપ 2024નો બીજો સેમિફાઇનલ 18 ઓક્ટોબરના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મુકાબલામાં ન્યુઝિલેન્ડે વેસ્ટ ઇન્ડિઝને આઠ રને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે. હવે ફાઇનલ મુકાબલામાં ન્યુઝિલેન્ડનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. દક્ષિણ આફ્રિકાએ પહેલા સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવ્યું હતું.

ન્યુઝિલેન્ડની ટીમ ત્રીજી વખત મહિલા ટી20 વિશ્વકપના ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ સતત બીજો ફાઇનલ રમશે. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝિલેન્ડમાંથી કોઈએ હજી સુધી મહિલા ટી20 વિશ્વકપનો ખિતાબ જીત્યો નથી. તેવામાં જે પણ ટીમ ફાઇનલ જીતશે તે ઈતિહાસ રચશે. મહિલા ટી20 વિશ્વકપનો ફાઇનલ રવિવારને 20મી ઓગસ્ટના રોજ રમાવનો છે. આ મુકાબલો દુબઈમાં થશે.

સેમિફાઇનલ મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 129 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જો કે આઠ વિકેટે 120 રન જ કરી શકી હતી. મુકાબલામાં કેરેબિયન ટીમે શરૂઆતથી જ  વિકેટ ગુમાવી હતી. અંતિમ ઓવરમાં વિન્ડિઝને જીત માટે 15 રનની દરકાર હતી પણ ન્યુઝિલેન્ડની પાર્ટ ટાઈમ બોલર સુઝી બેટ્સે માત્ર  છ રન ખર્ચ કર્યા હતા. ન્યુઝિલેન્ડ માટે સૌથી વધારે ત્રણ વિકેટ કાર્સને લીધી હતી. આ ઉપરાંત અમેલિયા કેરને પણ બે સફળતા મળી હતી.

ઓસ્ટ્રેલિયાનાં નામે સર્વાધિક ખિતાબ

બંગલાદેશમાં રાજકીય અસ્થિરતાના કારણે આ મોટી ટૂર્નામેન્ટનને બંગલોદેશમાંથી યુએઇમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. મહિલા ટી20 વિશ્વકપની પહેલી વિજેતા ટીમ ઇંગ્લેન્ડ બની હતી. જેણે  2009મા ખિતાબ જીત્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક