• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

સૌથી વધુ ડેટા વપરાશ ઘઝઝ જોવા, ઓનલાઇન શિક્ષણ માટે સૌથી ઓછો !

શહેરો કરતા ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટનો વપરાશ વધારે : ડેટા ખપતનાં ચોંકાવનારા અને રસપ્રદ તારણો

નવીદિલ્હી, તા.21: જિયો, એરટેલ અને વોડાફોન સહિતની ટેલિકોમ કંપનીઓ ગ્રામીણ વિસ્તારો સામે શહેરો પર વધુ ધ્યાન આપે છે કારણ કે માન્યતા એવી છે કે, શહેરોમાંથી તેને વધુ આવક મળે છે. શહેરોમાં ગામડાંની તુલનામાં વધુ ડેટાનો વપરાશ થતો હતો. જો કે બર્નસ્ટિનના નવા અહેવાલ મુજબ, નાનાં નગરો અને ગામડાઓમાં ડેટા વપરાશ શહેરોની તુલનામાં વધારે છે. ભારતમાં દર મહિને ડેટાનો સરેરાશ વપરાશ 35 જીબીથી વધીને 40 જીબી થઈ ગયો છે. ઇન્ટરનેટ ડેટાનો વપરાશ ભારતીયો શા માટે કરે છે તેની પણ રસપ્રદ જાણકારી આ અહેવાલમાં મળે છે.

ભારતમાં ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ ઓટીટી જોવા માટે થાય છે. ઓટીટી જોવા ઉપરાંત ભારતીયો સંદેશાવ્યવહાર માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એટલે કે વીડિયો કાલિંગ અને ચાટિંગ એપ્લિકેશન્સમાં પણ ઇન્ટરનેટ ડેટાનો વપરાશ બીજો સૌથી વધુ છે. તેમની સંખ્યા 621 મિલિયન છે જ્યારે સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ નાના શહેરોમાં સૌથી વધુ છે.

સૌથી ચોંકાવનારી અને આઘાતજનક બાબત એ છે કે અૉનલાઇન શિક્ષણ માટે ઇન્ટરનેટનો ઉપયોગ સૌથી ઓછો થઈ રહ્યો છે. ગામડાઓ અને નાના શહેરોમાં સૌથી ઓછા 20 ટકા લોકો ઓનલાઇન શિક્ષણ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યારે શહેરોમાં ગામડાઓ કરતાં ઓનલાઇન શિક્ષણ માટે તેનો વધુ ઉપયોગ થાય છે. શહેરની લગભગ 50 ટકા વસ્તી ઓનલાઇન શિક્ષણ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એકંદરે, ઓનલાઇન શિક્ષણ માટે ઇન્ટરનેટનો ઉપયોગ અત્યંત

ઓછો છે.

ઓનલાઇન ગામિંગની દૃષ્ટિએ ગામડાઓ અને નાના શહેરો મેટ્રો કરતા આગળ છે. દેશના લગભગ 50 ટકા ગામો ગામિંગ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. શહેરી વિસ્તારોમાં આ આંકડો 24 ટકા છે.

ભારતમાં આશરે 370 મિલિયન લોકો ઓનલાઇન ચુકવણી માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેમાંથી સૌથી વધુ 38 ટકા ગ્રામીણ વિસ્તારોમાંથી થાય છે. તે પછી 28 ટકા સાથે નાના શહેરો આવે છે. નાના મેટ્રો શહેરોમાં આ આંકડો 10 ટકા છે, જ્યારે મહાનગરોમાં આ આંકડો 23 ટકા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક