• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

પહેલા ટેસ્ટમાં બાંગલાદેશ 106 રનમાં ઢેર : આફ્રિકાના 6 વિકેટે 140 પ્રારંભિક દિવસ બોલરોના નામે: 16 વિકેટ પડી

મીરપુર, તા.21: પ્રવાસી દક્ષિણ આફ્રિકા અને બાંગલાદેશ વચ્ચેના પ્રથમ ટેસ્ટનો પ્રારંભિક દિવસ બોલરોના નામે રહ્યો હતો. મેચના પહેલા દિવસે જ કુલ 16 વિકેટ પડી હતી અને આ દરમિયાન 246 રન જ થયા હતા. આફ્રિકાની પેસ બેટરી સામે બાંગલાદેશ ટીમ 40.1 ઓવરમાં 106 રનમાં ઢેર થઇ ગઇ હતી. આ પછી તૈજુલ ઇસ્લામની સ્પિન જાળમાં આફ્રિકા ફસાયું હતું અને 140 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. પહેલા દિવસની રમતના અંતે આફ્રિકા 34 રને આગળ છે અને 4 વિકેટ હાથમાં છે.

આફ્રિકા તરફથી ઓપનર ટોની ડીજોર્જીએ 30, ટ્રિસ્ટન સ્ટબ્સે 23 અને રાયન રિકલટને 27 રન કર્યાં હતા. વિકેટકીપર કાઇલ વેરેન 18 અને વિયાન મુલ્ડર 17 રને નોટઆઉટ રહ્યા હતા. તૈજુલ ઇસ્લામે 49 રનમાં પ વિકેટ લીધી હતી. આ પહેલા બાંગલાદેશની ટીમ 106 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં મહમુદુલ હસન જોયના 30 રન સર્વાધિક હતા. આફ્રિકા તરફથી રબાડા, મુલ્ડર અને કેશવ મહારાજે 3-3 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક