• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

કોણ છે કૃષ્ણદાસ ? જેના કિર્તનમાં અનુષ્કા સાથે વિરાટ સામેલ થયો

મુંબઇ, તા.21: બેંગ્લુરુ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધની હારના સદમામાંથી હજુ ભારતીય ટીમના ખેલાડીઓ બહાર આવ્યા પણ ન હતા, ત્યાં તો વિરાટ કોહલી મુંબઇ પહોંચી પણ ગયો હતો અને કૃષ્ણાદાસના કિર્તનમાં સામેલ થયો હતો. પ્રથમ ટેસ્ટની હાર પછી કપ્તાન રોહિત શર્મા સહિતના ખેલાડીઓ બીજા ટેસ્ટની તૈયારી માટે પૂણે પહોંચી ગયા છે. જયારે વિરાટ કોહલી મુંબઇ પહોંચ્યો હતો અને પત્ની અનુષ્કા શર્મા સાથે કૃષ્ણાદાસના કિર્તનમાં સામેલ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.

ટી-20 વર્લ્ડ કપ બાદ જયારે કોહલી બ્રેક પર હતો ત્યારે લંડનમાં પણ તે કૃષ્ણાદાસની કિર્તન સભામાં સામેલ થયો હતો. કૃષ્ણાદાસ અમેરિકી ભજન ગાયક છે. પશ્ચિમમાં ભારતીય ભજન-કિર્તન તેમણે લોકપ્રિય કર્યાં છે. ન્યૂયોર્ક ટાઇમ્સે તેમને ચેટ માસ્ટ ઓફ અમેરિકન યોગા બતાવ્યા હતા. કૃષ્ણદાસનો જન્મ મધ્યમવર્ગીય યહૂદી પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ જેક કગોલ છે. તેઓ અમેરિકી ધર્મગુરુ રામદાસના સંપર્કમાં આવ્યા અને તેમના થકી નીમ કરોલીબાબાને જાણ્યા અને આધ્યાત્મિક તરફ આગળ વધ્યા. હવે તેનો કૃષ્ણદાસ તરીકે પ્રખ્યાત છે.

ઇ-પેપરના નવા શુલ્ક