• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

લોરેન્સ બિશ્નોઈએ નથી કરાવી બાબા સિદ્દીકીની હત્યા ?

દેશમાં ખળભળાટ મચાવતા કેસમાં બિશ્નોઈનો હાથ હોવા સામે પોલીસને શંકા

મુંબઇ, તા.21: બાબા સિદ્દીકીની હત્યાના દેશભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસને હવે શંકા છે કે આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈની કોઈ ભૂમિકા નથી. લોરેન્સ બિશ્નોઈના નામે હત્યાની જવાબદારી શુભમ લોનકર ઉર્ફે શુભુએ લીધી હતી.

બાબા સિદ્દીકીની હત્યા પછી આમાં લોરેન્સ બિશ્નોઈની ગેંગનું નામ સામે આવેલું પણ પોલીસને શંકા છે કે, બિશ્નોઈએ હત્યા માટે સોપારી લીધી હશે. આનું કારણ એ છે કે બિશ્નોઈ સાથે સંકળાયેલ કોઈ ખાસ વ્યક્તિએ હજુ સુધી પોતાનું મોં ખોલ્યું નથી. ભૂતકાળ કહે છે કે, જ્યારે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે કંઈક કર્યું હોય ત્યારે તેની સાથે સંકળાયેલા લોકોએ તેને ખુલ્લેઆમ કબૂલ્યું હોય છે અથવા તો નકારી કાઢ્યું હોય છે.

બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ તેની પૂછપરછ કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને આ કેસમાં લોરેન્સની સંડોવણી વિશે ખાતરી નથી. પોલીસને શંકા છે કે આરોપી શુભમ લોંકર, શિવકુમાર ગૌતમ અને ઝીશાન અખ્તરે પોતે બાબા સિદ્દીકીની સુપારી લીધી હતી. હકીકતમાં, પોલીસને શંકા છે કે ઝૂંપડપટ્ટી પુનર્વસવાટનો મુદ્દો સિદ્દીકીની હત્યાનું એક કારણ હોઈ શકે છે.

પોલીસ આ મામલાના વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે. હકીકતમાં લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા બે-ત્રણ ખાસ લોકોએ હજુ સુધી કંઈ કહ્યું નથી. પછી ભલે તે લોરેન્સનો ભાઈ અનમોલ હોય, તેના સાથી રોહિત ગોદારા હોય કે કેનેડામાં સ્થિત ગોલ્ડી બ્રાર હોય. આ બધા સિદ્દીકી હત્યા કેસમાં મૌન છે. અત્યાર સુધી આવું થતું રહ્યું છે આ લોકો એક કેસમાં પોતાનો હાથ હોવાનો દાવો કરી નાખે છે અથવા તો આવા દાવા નકારી કાઢે છે. જો કે આ વખતે આવું થયું નથી તેથી તેનાં મૌન હજુ પણ ઘણા પ્રશ્નો ઉભા કરે છે. આ વર્ષે એપ્રિલમાં જ્યારે સલમાનના ઘરની બહાર ગોળીબાર થયો ત્યારે અનમોલ બિશ્નોઈએ તેની જવાબદારી લીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે આગામી ગોળીબાર થશે, ત્યારે ગોળીઓનું લક્ષ્ય દીવાલો અને ઘરો નહીં હોય. આ સલમાન ખાન માટે સીધી ધમકી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક