• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

વવાણિયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનનું બંદૂકમાંથી ગોળી વછૂટતા મૃત્યુ બાઈક સ્લીપ થતા અકસ્માતે ગોળી વછૂટી’તી

માળિયા મિયાણા/મોરબી, તા.3 : મોરબી જિલ્લાના વવાણિયા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા યુવાનનું બાઈક સ્લીપ થતા અકસ્માતે બંદૂકમાંથી ગોળી વછૂટતા યુવાનનું મૃત્યુ નિપજયું હતું. પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, વવાણિયા ગામની સીમમાં રાત્રીના વસીમ ગુલમામદ પીલુડીયા નામના યુવાનને બંદૂકમાંથી ગોળી વાગતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ તેમજ મૃતક વસીમના પરિવારજનો દોડીગયા હતા અને મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક વસીમ ખંભે બંદૂક લટકાવી રાત્રીના બાઈક લઈને ગામની સીમમાં શિકાર કરવા નીકળ્યો હતો. દરમિયાન બાઈક સ્લીપ થતા અકસ્માતે બંદૂકમાંથી ગોળી વછૂટી હતી અને ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. પોલીસે બંદૂક કબજે કરી એફએઁસએલમાં પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી તેમજ મૃતક વસીમની સાથે અન્ય કોણ કોણ હતું તે સહિતના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક