પ્રદર્શનકારીઓએ
હાથમાં કાળી પટ્ટી બાંધીને ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ ના નારા લગાવ્યાં
અમદાવાદ,
તા.4 : વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા
બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું હતું. સંસદ દ્વારા બિલ પસાર થવા સામે દેશમાં
વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદમાં વક્ફ બિલને લઇને શુક્રવારની નમાજ બાદ
મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને
વક્ફ બિલ પાછું ખેંચી લેવા નારેબાજી કરતા પોલીસે કડક વલણ અપનાવતાં 50થી વધુ લોકોની
અટકાયત કરી હતી.
અમદાવાદમાં
લઘુમતિ સમુદાયના પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઇને પોતાની માગ અને આ સંશોધનો વિરોધ વ્યક્ત
કરતા તણાવભર્યો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે સ્થિતિને કાબૂમાં રાખી હતી. પ્રદર્શનકારી
બિલમાં ફેરફારને પોતાના અધિકારો પર હુમલો ગણાવ્યો હતો.હાથમાં (જુઓ પાનું 10)
કાળી
પટ્ટી બાંધીને પ્રદર્શન કરી રહેલા લોકોની ભીડે ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના નારા લગાવ્યા
હતા. આમાં મહિલાઓને બાળકો પણ સમાવેશ થાય છે.
તો બીજી તરફ પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતામાં અને
રાંચીમાં પણ વક્ફ બિલનો વિરોધ જોવા મળ્યો હતો. બિહારના જમુઇના રજા નગર ગૌસિયા મસ્જિદમાં
પણ જુમાની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનમાં હજારોની
સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર હતા. દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસ એલર્ટ મોડમાં
આવી ગઇ હતી. રાજધાની લખનઉ, સંભલ, બહરાઇચ, મુરાદાબાદ, મુજફફરનગર, સહારનપુર અને નોઇડા
સહિત રાજ્યના અન્ય સંવેદનશીલ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાની કડક વ્યવસ્થા ગોઠવી દેવામાં
આવી હતી. સંસદમાંથી વક્ફ સંશોધન બિલ પાસ થયા બાદ હિંસાની આશંકાને જોતાં નાગપુર પોલીસે
એડવાઇઝરી જાહેર કરીને કહ્યું છે કે હિંસક દ્વશ્યોવાળા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ
કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.
અત્રે
નોધનીય છે કે ગુરુવારે મોડી રાત્રે રાજ્ય સભામાં 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા
બાદ સુધારા બિલ પસાર થયું બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડયા હતા. એક દિવસ
પહેલા લોકસભામાં પણ બિલ પર 12 કલાક ચર્ચા થઈ હતી આ પછી 288 સાંસદે પક્ષમાં મતદાન કર્યું
અને 232 સાંસદે વિરોધમાં મતદાન કર્યું હતું.