જામનગર, તા.9: જામનગરના બેડી ફરૂકે આઝમ ચોક, રેલવેના પાટાની બાજુમાં રહેતા કોંગી કોર્પોરેટરના ભાઈને મહમદજાફર રઝાભાઈ પલેજા (ઉ.વ.18) નામનો વિદ્યાર્થીનો નાનો ભાઈ ગત તા.7ના રોજ સાંજના ચારેક વાગ્યે ટયુશન ક્લાસમાં જતો હોય અને બેડી વાછાણી મીલ, દવેલીયા ચાલીવાળી શેરી પાસેથી રોડ પરથી પસાર થતો હતો. ત્યારે આરોપી શોકત ઉંમર સાયચા અને શોકત સાયચાના દીકરા અયાનને આવીને કહ્યું કે, તું અહીંયાથી શું કામ નીકળ્યો છો તેમ વાત કરતા વિદ્યાર્થીએ કહ્યું કે તેમાં તારે શું લેવા-દેવા તેમ વાત કરતા અપશબ્દો બોલીને આરોપીઓએ કહ્યું કે તારા મોટા બાપુ હારૂન પલેજાને તો પાડી દીધો છે.
હવે તારા ભાઈ નુરમામદ પલેજાને
પણ જાનથી મારી નાખવો છે. તેમ ધમકી આપેલ હોય બાદમાં ત્યાંથી આગળ આવેલી રજા બેકરી પાસેથી
પસાર થતા આરોપી જાવીદ ઉંમર સાયચાએ રોકીને મારા ભત્રીજાને શું કામ હેરાન કરશ તેમ કહીને
ફડાકા માર્યા હતા. જે અંગેની વિદ્યાર્થીએ ઘરે આવીને મોટાભાઈ મહમદજાફરને કહેતા તેમણે
સિટી બી ડિવીઝનમાં આરોપી શોકત સાયચા અને શોકત સાયચાના પુત્ર અયાન અને જાવીદ સાયચા સામે
ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓની ધરપકડ માટે પીએસઆઈ એમ.વી.મોઢવાડીયાએ તપાસ હાથ ધરી છે.