બે
દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા ગાયકને કાઠિયાવાડી સ્વાદ દાઢે લાગ્યો, સિંહ દર્શન
પણ કર્યા
રાજકોટ,
તા. 18ઃ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ફરી રહેલા બોલીવૂડ સિંગર, પંજાબી ગાયક દિલજીત
દોસાંઝે કાઠિયાવાડી ભોજનની મજા માણી હતી. કાઠિયાવાડી સ્વાદ તેને દાઢે લાગ્યો હોય એમ
ભોજન માણતા માણતા તેના વખાણ કર્યા હતા. આજરોજ તેમણે ગિરનાર પર જઈ માતાજીના દર્શન કર્યા
હતા.
અમદાવાદમાં 21મીએ યોજાનારી કોન્સર્ટ માટે પંજાબી
સિંગર દિલજીત દોસાંઝ ગુજરાતના મહેમાન બન્યા છે. મંગળવારે સાસણ ગીરમાં સિંહ દર્શન અને
કાઠિયાવાડી થાળીની મોજ માણ્યા બાદ આજે દિલજીત તેની ટીમ સાથે ગિરનાર પર પહોંચ્યા હતા
અને અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. માતાજીના દર્શન બાદ તેમણે જય માતાજી, જય ગિરનારી,
કહ્યું હતું. રોપવેમાં અંબાજી સુધી પહોંચેલા દિલજીતે કહ્યું કે, તેની ઈચ્છા તો પગે
ચાલીને આવવાની હતી. આ દરમિયાન ગિરનારની શિલા પર બેસીને તેમણે શાંત સમાધિનો અનુભવ કર્યો
હતો.
પંજાબી
સિંગર દિલજીત દોસાંઝ તેની ટીમ સાથે આજે સવારે 8 વાગ્યાના અરસામાં રોપવેમાં સવાર થઈ
ગિરનાર પર અંબાજી સુધી પહોંચ્યો હતો.