• રવિવાર, 06 જુલાઈ, 2025

અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચમાં 741 લોકોનાં મૃત્યુ

2352 લોકો પર ક્લિનિકલ રિસર્ચ નામે અખતરા થયા : કોંગ્રેસ

અમદાવાદ, તા.3 : અમદાવાદ શહેરની પ્રસિદ્ધ સરકારી કિડની હોસ્પિટલ સામે ગુજરાત કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસે અસારવા સ્થિત કિડની હોસ્પિટલ મામલે ગંભીર આરોપ લગાવ્યો હતો કે 1999થી 2017 દરમ્યાન સ્ટેમસેલના ક્લિનિકલ ટ્રાયલમાં સેંકડો લોકોના મોત થયા છે તો 2352 લોકો પર પર ક્લિનિકલ રિસર્ચ નામે અખતરાં થયા છે જેમાં 741 લોકોએ જીવ ગુમાવ્યા છે.

18 વર્ષ સુધી હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ થયા હતા. 2017 માં કેન્દ્રની એજન્સીએ પત્ર પણ લખ્યો હતો જેમાં મંજૂરી વગર થેરાપી થતી હોવાથી બંધ કરવા જણાવાયું હતું. હોસ્પિટલમાં 569 કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થયું છે અને 110 દર્દીઓમા કોમ્પ્લિકેશન થતા કિડની ટ્રાન્સપ્લાન્ટ રદ્દ થયા છે.

ફક્ત 220 લોકોમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ થયું હતું તેમ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજાસિંહ કઠવાડિયાએ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બીજી જુલાઈ 2025 ના રોજ કેન્દ્રીય એજન્સીએ એક્શન ટેકન જમા કરાવવા આદેશ કર્યો છે તમામ સત્તાવાર આંકડા કેગના વર્ષ 2024 ના અહેવાલમાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક