ભાવનગર, તા.પ: ગારિયાધાર શહેરમાં
ધોળા દિવસે એક મહિલા ત્રણ યુવતી અને બાળકી સહિત વસ્તુઓની ખરીદી માટે દુકાનદાર તે દુકાનો
પર હાથ ચાલાકી કરીને વસ્તુઓ ચોરવાની ફરિયાદ વ્યાપી છે.
ગારિયાધાર શહેરમાં તહેવારને લઈને
ખરીદી માટે સમગ્ર શહેરની બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડનો લાભ ઉઠાવવા મુખ્ય
બજાર ખાતે એક મહિલા ત્રણ યુવતી અને એક બાળકી સાથે બજારમાં ભીડવાળી દુકાનોમાં ઘૂસીને
વેપારીને ભોળવીની પોતાની હાથ ચાલાકીનો ઉપયોગ કરી અનેક દુકાનો પર વસ્તુઓ લઈ જતી હોવાથી
ગારિયાધાર શહેરના વેપારીઓમાં ભારે ચરણભણાટ વ્યાપ્યો હતો જ્યારે વેપારી ગ્રુપોમાં આ
મહિલાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી તસવીરો પણ જોવા મળી હતી.
આ ટોળકીયે બેકરીની દુકાન ઉપરથી
ર300ની ચોકલેટનો ડબ્બો, રેડીમેઈડ દુકાનેથી શર્ટ અને રમકડાની દુકાનેથી રમકડાઓની ચોરી
કરી હોય તેવું જાણવા મળ્યું હતું.