લોધિકાથી કોટડાસાંગાણીનો 30 કિ.મી.નો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસમાર છે, અકસ્માતો સર્જાય છે, છતાં રિપેર ન થતાં ગ્રામજનોમાં રોષ
રસ્તો રિપેર નહીં થાય તો ‘િવસાવદરવાળી
થશે’ તેવી ચીમકી ઉચ્ચારી
રાજકોટ,
તા.4 : રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. લોધિકાથી કોટડાસાંગાણી સુધીનો આશરે 30 કિલોમીટરનો
રસ્તો છેલ્લા 3-3 વર્ષથી બિસ્માર હોવા છતાં રિપેર કરવામાં ન આવતાં આસપાસના ગ્રામજનોએ
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપર નિશાન સાધ્યું છે. કોટડાસાંગાણી ભાજપના જ વોટ્સએપ
ગ્રુપમાં ભાનુબેન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગ્રામજનોએ હવે ‘િવસાવદરવાળી
થશે’ તેવી ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. કોટડાસાંગાણીથી
લોધિકાનો 30 કિ.મીનો રસ્તો અરડોઈ, સોળિયા, હડમતાળા, ખરેડા, શાપર જીઆઈડીસી, રીબડા, રામોદ,
નાના માંડવા, મોટા માંડવા, દડવા, સરધાર આસપાસના તમામ ગ્રામજનોને સ્પર્શતો માર્ગ છે
પરંતુ છેલ્લા 3 વર્ષથી આ માર્ગ ખખડધજ થઈ ગયો છે. બિસમાર રસ્તાને લીધે અહીં છાશવારે
અકસ્માતો સર્જાય છે અને ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ થાય છે. રોડની હાલતનો કચવાટ કોટડા
સાંગાણી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ઠલવાયો છે જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સામે રોષ ઠલવાયો છે.
સોશિયલ
મીડિયા ઉપર ગ્રામજનો દ્વારા આ રોડના વીડિયો પણ વાયરલ કરવામાં આવી રહ્યાં છે અને સત્વરે
આ રસ્તો રિપેર ન થાય તો ભાજપની જે સ્થિતિ વિસાવદરમાં થઈ તેવી હાલત ઉપરોક્ત તમામ ગામોમાં
થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
‘અમારા
ગામના દીકરી હોવા છતાં કેબિનેટ મંત્રીને કંઈ પડી જ નથી’
અરડોઈ
ગ્રામ પંચાયતના ઉપસંરપંચ નિર્મળભાઈ આહિર, સદસ્ય પ્રતાપભાઈ જેબલિયા, અને આગેવાન રણજીતભાઈ
ખુમાણ એ જણાવ્યું હતું કે, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અમારા જ ગામના દિકરી છે
છતાં આજદિન સુધીમાં ક્યારેય પણ આ બિસ્માર રસ્તા
મુદ્દે તેમણે રૂચિ લીધી નથી તેઓ ક્યારેય ગામમાં આવતા પણ નથી. અગાઉ લાખાભાઈ સાગઠિયા
હતાં ત્યારે ગામમાં કામ થતાં હતાં હવે તો ખેતીવાડીની લાઈટના પણ ધાંધિયા રહે છે. આ મુદ્દે
તાલુકા, જિલ્લા ભાજપ પ્રમુખોને પણ અસંખ્ય રજૂઆતો કરી છે છતાં ગામમાં કોઈ કામો થતાં
નથી, અમારે ગ્રામજનોને જવાબ આપવાના હોય છે. જો આવું યથાવત્ રહેશે તો વિસાવદર ભાજપની
જે સ્થિતિ થઈ તેવી આ તમામ ગામોમાં થશે.