• રવિવાર, 06 જુલાઈ, 2025

વાળુકડ ગામે રખડતા શ્વાનના હુમલાથી બાળકનું મૃત્યુ, માતા-પુત્ર સારવારમાં

પાલીતાણા, તા.4 : તાલુકાના વાળુકડ ગામે રખડતા શ્વાને આતંક મચાવી બાળકો અને મહિલા ઉપર હુમલો કરતા ચાર વર્ષના એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે એક બાળક અને મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે વાડી વિસ્તારમાં રહી ખેત મજૂરી કરતા પરિવારના એક મહિલા અને બે નાના બાળકો ઉપર રખડતા શ્વાને હુમલો કરતા એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મહિલા અને બીજું બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હતા. જેમને સારવાર માટે પાલીતાણા સરકારી દવાખાને લાવવામાં આવેલા હતા. શ્વાનના આ આતંકી હુમલામાં ખુશાલ મુકેશભાઈ રાઠોડ(ઉ.વ.4)નું મૃત્યુ થયું છે. જ્યારે આશાબેન મુકેશભાઈ રાઠોડ તેમજ સ્મિત મુકેશભાઈ રાઠોડ(ઉ.વ.2) બંને ઇજાગ્રસ્ત થયેલા છે. જેમને વધુ સારવાર માટે હોસિપ્ટલમાં દાખલ (જુઓ પાનું 10)

કરાયેલા છે. મૃતક બાળકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે, જ્યારે બનાવ અંગે પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક