• મંગળવાર, 03 માર્ચ, 2026

એન્જિનિયારિંગ-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષાની જાહેરાત આજથી 30મી સુધી પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે

અમદાવાદ, તા. 15: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયારિંગ અથવા ફાર્મસી કોર્સમાં એડમિશન માટે ગુજકેટ - 2026ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 16થી 30 ડિસેમ્બર સુધીમાં આ ફોર્મ ભરી શકાશે.

ફોર્મ ભરવાની તારીખ 16 ડિસેમ્બર 2025થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન આ ફોર્મ ભરી શકાશે. www.gseb.org અને gujcet.gseb.org. વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે. પરીક્ષાની તમામ માહિતી અને ફોર્મ ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર મૂકવામાં આવશે.

ગુજકેટ પરીક્ષાની ફી રૂ. 350 છે. ફી ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા ભરી શકાય છે અથવા, એસબીઆઇ બેન્કની કોઈપણ બ્રાન્ચમાં પણ જમા પણ કરાવી શકાય છે. વિદ્યાર્થીઓએ ફી ભર્યા પછી આખું ફોર્મ ફરજિયાતપણે ભરી દેવાનું રહેશે

ઇ-પેપરના નવા શુલ્ક