(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 27: કેન્દ્રીય ગૃહ
અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેમના
એક દિવસના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કામોનું
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. તદુપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા બિઝનેશ મહાસંમેલન
અને સંસ્કારમાં ધામમાં નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોત્સવ’માં
હાજરી આપશે. આ સિવાય અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્ત્વપૂર્ણ
એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના રૂ.4 કરોડના ખર્ચે તૈયાર થયેલા પાયલોટ સ્ટ્રેચ
વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. આ પાયલોટ સ્ટ્રેચ અંતર્ગત ફૂટપાથ, સાયકલ ટ્રેક,
સ્ટ્રીટ ફર્નિચર, લેન્ડસ્કાપિંગ, લાઈટિંગ, સાઈનેજ તેમજ પેડેસ્ટ્રીઅન-ફ્રેન્ડલી ડિઝાઇન
સાથે માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે.