• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ગુજરાત ATSની રાજસ્થાનમાં કાર્યવાહી : ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશગુજરાત ATSની રાજસ્થાનમાં કાર્યવાહી : ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

22 કિલો સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત, 3 આરોપીની ધરપકડ

અમદાવાદ, રાજકોટ તા.29 : ગુજરાત એટીએસએ રાજસ્થાન પોલીસ સાથે મળીને રાજસ્થાનમાં ચાલી રહેલી નશાની ફેક્ટરી ઝડપી પાડી છે. રાજસ્થાનના ભિવંડીમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરીમાં ગુજરાત અઝજએ રાજસ્થાન જઘઋ, જયપુર તથા સ્થાનિક પોલીસ સાથે રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટા પાયે સાયકોટ્રોપિક પદાર્થો અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ભીવાડીના આરઆઇઆઇસીઓ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી અઙક ઙવફળિફ નામની કંપનીમાં નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. બાતમીના આધારે ગુજરાત અઝજ અને રાજસ્થાન પોલીસે આ ફેક્ટરી પર રેડ કરી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી કુલ 22 કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 5 કિલો અલ્ટ્રાઝોલમ અને 17 કિલો પ્રાઝેપામ તથા ટેમાઝેપમનું મિશ્રણ સામેલ છે.

ડ્રગ્સ બનાવવામાં વપરાતા વિવિધ પ્રતિબંધિત કેમિકલ્સ અને સાધનસામગ્રી પણ પોલીસે કબજે કરી છે. આ ફેક્ટરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી હોવાથી કોઈને શંકા ન જાય તે રીતે ત્યાં ડ્રગ્સનું ઉત્પાદન ચાલતું હતું. આ મામલે ભીવાડી ફેઝ-3(યુઆઇટી) સેક્ટર-3 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઓપરેશનમાં પોલીસે કુલ ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ કુમાર મૌર્ય અને કૃષ્ણકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફેક્ટરીમાં કામ કરતાં અન્ય ત્રણ શ્રમિકને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે અંશુલ શાસ્ત્રી પોતાની અંશ ટ્રાડિંગ નામની કંપની દ્વારા કાચો માલ પૂરો પાડતો હતો જ્યારે અખિલેશ મોર્ય તેનો ભાગીદાર હતો. ક્રિષ્નાકુમાર યાદવ અલ્ટ્રાઝોલમ બનાવવાની પ્રક્રિયાનો જાણકાર હોવાથી તે ફેક્ટરીમાં ઉત્પાદન સંભાળતો હતો. આ તૈયાર માલ તેઓ સની યાદવ નામના શખસને વેચતા હતા. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને નાણાકીય વ્યવહારો કેવી રીતે થતા હતા તે અંગે પોલીસ હાલ સઘન પૂછપરછ કરી રહી છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક