ખાંભાના રબારીકા ગામની ઘટનાનો
માનવ અને સિંહ વચ્ચે વિશ્વાસનો સેતુ દર્શાવતો વીડિયો વાયરલ
અમરેલી, તા. 18: અમરેલી જિલ્લામાં ધરોહર સમાન એશિયાટિક સિંહની સૌથી
વધુ વસ્તી છે, અને હવે સિંહ હવે ખોરાક અને પાણીની શોધમાં માનવ વસ્તીમાં ઘુસી આવે છે.
ત્યારે ગિર કાંઠાના ગ્રામ્ય લોકોને સિંહ સાથે જાણે નાતો બંધાઈ ગયો હોય તેમ વર્તન થતું
જોવા મળી રહયું છે. ત્યારે આવો જ એક નજરો ખાંભાના રબારીકા ગામે શિકારની શોધમાં ઘુસેલા
4 સિંહ અને રાત્રીના ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો સામે જ આ સિંહોએ ચક્કર લગાવ્યાં હતાં.
તે અંગેનો વીડિયો માનવ અને સિંહ વચ્ચે એક વિશ્વાસનો સેતુ દર્શાવતો વીડિયો વાયરલ થયો
છે.
અમરેલી જિલ્લાનાં ગિર કાંઠાનાં
ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓ જેવા કે, સિંહ અને દીપડા સામાન્ય રીતે હરતાં ફરતાં રહેતાં
હોય છે. ત્યારે ગઈકાલે રાત્રીનાં સમયે ખાંભા તાલુકાના રબારીકા ગામે જી.આર.ડી. જવાનો
પોતાના નાઇટ પેટ્રાલિંગમાં હતાં. ત્યારે આ રબારીકા ગામનાં એક ચોકમાં એકી સાથે ચાર ચાર
સિંહનું ટોળું સામે આવી ગયું હતું
પરંતુ કાયમી રીતે આ પંથકમાં ફરજ
બજાવતાં જી.આર.ડી. જવાનો અને કાયમી આ પંથકમાં વસવાટ કરતાં સિંહ વચ્ચે જાણે અનોખો વિશ્વાસનો
સેતુ હોય તેમ એક બીજાથી પણ વિચલિત થયા વિના સિંહોએ આ જવાનો સામે ચોકમાં ચક્કર લગાવ્યાં
હતાં.
બાદમાં આ જવાન સામે એક સિંહે
તો રેતીના ઢગલા પર આરામ ફરમાવ્યો હતો. કોઈએ એક બીજાને કોઈ નુકસાન પણ પહોંચે તે રીતે
સલામત અંતર જાળવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
છે.