જુનાગઢ તા.19: જૂનાગઢમાં મૃગીકુંડમાં કુખ્યાત કીર્તિ પટેલના સ્નાનના વિવાદમાં એપસ્ટીન ફાઈલની એન્ટ્રી થઇ છે. ઈન્દ્રભારતીના આશ્રમમાં એપસ્ટીન ફાઈલને પણ શરમાવે તેવી કામગીરીનો અમરગીરીનો આરોપ છે. ભવનાથ ગાદીના દાવેદાર મનાતા અમરગીરીના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. આશ્રમમાં દીકરીઓને લાવી ઈન્દ્રભારતી ન કરવાના કામો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈન્દ્રભારતી ચરસ-ગાંજો ફૂંકીને આશ્રમમાં બે નંબરના ધંધા કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.
ઉલ્લેખનીય
છે કે, આ પત્રિકા કીર્તિ પટેલના વિવાદ પહેલા વાઇરલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પત્રિકામાં બાપુના અંગત જીવન અને તેમના ભૂતકાળને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે.
જેણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ચર્ચા જગાવી મુકી છે. તો બીજી તરફ પત્રિકા વિવાદ વચ્ચે
ગઈકાલે ભાલકા તીર્થ નજીક શ્રી નિરાલી ખોડિયા ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ
બાપુના ગંભીર આક્ષેપોને સમર્થન આપતા અમરગિરી બાપુએ પણ ઇન્દ્રભારતી બાપુ પર આક્ષેપ કરતા
કહ્યું હતું કે, રૂદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એપસ્ટિનની ફાઈલ ખુલી એના કરતા
પણ વધારે શોભાયમાન નથી. મહંત અમરગિરી બાપુએ
ઈન્દ્રભારતી બાપુ સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, તેઓ તેમનાથી ડરતા નથી. ભારતી
બાપુના બે આશ્રમ છે. જેમાં વિશ્વંભર ભારતી આશ્રમ અને રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ.
રૂદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એપસ્ટિનની
ફાઈલ ખુલી એના કરતા પણ વધારે શોભાયમાન નથી. તેમણે આક્ષેપ કર્યો કે આશ્રમના ગેટ બંધ
રાખવાની બાબત વ્યાજબી નથી.
સૌથી
ચોંકાવનારો આક્ષેપ કરતા અમરગિરી બાપુએ જણાવ્યું કે, ભવનાથને પચાવી પાડવાના પ્રયત્નો
થઈ રહ્યા છે અને અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા તેમની હત્યા પાછળ એમનો હાથ છે. તેમણે
સરકારને વિનંતી કરી છે કે આવા ’ગુંડા તત્વો’ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જેઓ
સાધુના વેશમાં રહીને કુકર્મ કરે છે તેમના કપડાં ઉતરાવવા જોઈએ.
--------