• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ગાંધીનગરમાં બનશે રૂ.100 કરોડના ખર્ચે નમો લાઇબ્રેરી

 

ક્ષ      દેશની સૌથી મોટી અને આધુનિક લાઇબ્રેરી, 15 તાલુકાઓમાં

            નવી બિરસા મુંડા લાઇબ્રેરી

અમદાવાદ, તા.18ઃ ગાંધીનગરમાં રૂ. 100 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થપાશે. લાઈબ્રેરી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. ડિજિટલ રાડિંગ ઝોન, ઈ-લાઇબ્રેરી, સંશોધન કેન્દ્ર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખાસ વિભાગ અને બાળકો માટે વિશેષ વાંચન વિસ્તાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તેમ અંદાજપત્રમાં નાણાપ્રધાને જણાવ્યું છે. ઉપરાંત આદિ જાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ.5425 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં આ વર્ષે વધુ 15 તાલુકાઓમાં ભગવાન બિરસામુંડા લાઇબ્રેરી પણ સ્થાપવામાં આવશે.

શૈક્ષણિક ઉત્કર્ષ માટે  2 લાખ 35 હજાર વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ આપવા રૂ.909 કરોડની જોગવાઇ કરાઈ છે. 665 આશ્રમ શાળાઓના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે રૂ.595 કરોડ સરકાર ફાળવશે. સરકારી  છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે રૂ.679 કરોડની જોગવાઇ કરાઈ છે.

176 સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઈન એઈડ મળીને કુલ 1069 છાત્રાલયોના 73 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે રૂ.327 કરોડ ફાળવાશે. ઈ.એમ.આર.એસ, જી.એલ.આર.એસ, મોડેલ શાળાઓ અને સૈનિક શાળાઓના આશરે 27 હજાર વિદ્યાર્થીઓ માટે રૂ.204 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ધો. 1થી 8ના 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂ.98 કરોડ સરકાર ફાળવશે.

નર્મદા જિલ્લાના રાજપીપળામા બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટેરૂ.34 કરોડની જોગવાઇ બજેટમાં કરાઈ છે. આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે રૂ.30 કરોડની જોગવાઇ છે. વિસ્તારોમાં નવા મોબાઇલ ટાવરો ઊભા કરવા માટે રૂ.25 કરોડ ફાળવાશે.  દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ.200 કરોડ, વ્યક્તિગત આવાસ યોજના અંતર્ગત રૂ.146 કરોડની જોગવાઇ કરાઈ છે.  આદિજાતિ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક નિભાવ ગ્રાન્ટ રૂ.10 હજારના વધારા સાથે રૂ.80000 કરાશે. રાજ્યમાં આ વર્ષે વધુ 15 તાલુકાઓમાં ભગવાન બિરસામુંડા લાઇબ્રેરી પણ સ્થાપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક