• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

રાજકોટમાંથી 4 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

-આજીડેમ ચોકડી અને કોઠારિયા સોલવન્ટમાંથી એસઓજીનું ઓપરેશન

-સપ્તાહ પૂર્વે જ ઘૂસણખોરી કરી રાજકોટ પહોંચી હતીઃ બાંગ્લાદેશી આઇડી કાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત

રાજકોટ, તા.18 ઃ રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનરની સૂચનાથી એસઓજી (જઘઋ)ની ટીમે બાતમીના આધારે શહેરના આજીડેમ ચોકડી અને કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં દરોડા પાડી ચાર બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. પકડાયેલી મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી ઓળખપત્રો મળી આવતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ ચારેય મહિલાઓ અઠવાડિયા પહેલા જ બાંગ્લાદેશની બેનાપુર બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. કોલકત્તાના હાવડાથી ટ્રેન મારફતે તેઓ સુરત અને ત્યારબાદ રાજકોટ પહોંચી હતી. ચારેય મહિલાઓ અહીં મજૂરીની શોધમાં આવી હતી તેવું રટણ કરી રહી છે ત્યારે એસઓજીની ટીમે ચારેય મહિલાને પકડી તેમની પાસેથી બાંગ્લાદેશી આઇડી કાર્ડ

સહિતના દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે અગાઉ તેઓ મુંબઈ અને ઈન્દોરમાં પણ રોકાઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે.

પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને શોધી કાઢવા ચાલી રહેલા વિશેષ ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ સોની બજારમાંથી પણ બાંગ્લાદેશી કનેક્શન ઝડપાયું હોવાથી, એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે આ મહિલાઓના સ્થાનિક સંપર્કો અને અન્ય કોઈ આશય અંગે ઊંડી તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક