છ મહિના માટે એસ્મા લાગુ
અમદાવાદ,
તા. ર8: રાજ્યમાં વીજ પુરવઠો સતત અને અવરોધરહિત રહે તે હેતુસર ગુજરાત સરકારે મહત્વનો
નિર્ણય લીધો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આવશ્યક
સેવા જાળવણી અધિનિયમ (ઊજખઅ) હેઠળ વીજ ક્ષેત્રે હડતાળ પર પ્રતિબંધ મૂકવામાં
આવ્યો
છે. આ જાહેરનામું 20 માર્ચ, 2026થી આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે.
સરકારે
જણાવ્યું છે કે રાજ્યમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને સામાન્ય જનજીવન, ઉદ્યોગો તથા કૃષિ
ક્ષેત્ર પર કોઈ અસર ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. તાજેતરમાં વીજ કર્મચારીઓ
દ્વારા હડતાળની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે.
આ પ્રતિબંધ
વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓ, વીજ ટ્રાન્સમિશન સેવાઓ, ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ, ઇલેક્ટ્રિકલ
પાવર ટ્રાડિંગ અને કો-ઓર્ડિનેશન પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને લાગુ પડશે.
આ કિસ્સામાં હડતાલ ગુનો ગણાશે જાહેરનામા મુજબ, ઊજખઅ અમલમાં હોવા દરમિયાન કોઈપણ પ્રકારની
હડતાળ, કામબંધી અથવા સેવાઓમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસો કાનૂની ગુનો ગણાશે અને જવાબદાર
સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.