• સોમવાર, 02 માર્ચ, 2026

ખાખી વર્દીનું સપનું રોળાતા વધાવીની યુવતીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જૂનાગઢ, તા.28 : જૂનાગઢ તાલુકાના વધાવી ગામની યુવતીએ ખાખીવર્દીનું સપનું પૂર્ણ ન થતાં જિંદગીથી કંટાળી પોતાના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

રાજ્ય સરકાર દ્વારા પોલીસમાં ભરતીની જાહેરાત કરતા પોલીસ ફોર્સમાં જવા માગતા યુવાનો અને યુવતીઓમાં નવો જોમ જુસ્સો આવ્યો હતો અને ફિઝિકલ પરીક્ષા પાસ કરવા રાત - દિવસ એક કરી પરસેવો પાડતા હતા આવા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં સફળ ન થાય ત્યારે જિંદગીથી હારી જતા હોય છે. 

તેમ જૂનાગઢનાં વધાવી ગામે રહેતી પૂનમબેન મારખીભાઈ મારડિયા (ઉં.21) પોલીસ ભરતીમાં અસફળ થતાં તેને લાગી આવતા જિંદગીથી કંટાળી પોતાની ઘરે દુપટ્ટા વડે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લેતા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે. તાલુકા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક