• સોમવાર, 02 માર્ચ, 2026

રાજકોટ જિલ્લામાં આજની તારીખે 1314 કુપોષિત બાળકો !

જનકસિંહ ઝાલા

રાજકોટ તા.28 :   રાજકોટ જિલ્લો કે જ્યાંથી એક સમયે બાળવિકાસ મંત્રી ચૂંટાઈ આવ્યાં હતાં. આ જિલ્લામાં બાળકોમાં કુપોષણ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. આજની તારીખે જીરોથી પાંચ વર્ષ સુધીના 1314 જેટલા બાળકો કુપોષણથી પીડિતા હોવાનું સામે આવ્યું છે જો કે, આ આંકડો અગાઉના વર્ષની તુલનામાં ઘટયો હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

કુપોષણ એટલે કે, ‘માલન્યુટ્રિશન’ જ્યારે કોઈ બાળકને શરીરની વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય કાર્ય માટે જરૂરી પોષક તત્વો જેમ કે પ્રોટીન, વિટામીન, ખનીજ, કાર્બોહાઈડ્રેટ, ચરબી યોગ્ય માત્રામાં ન મળે અથવા સંતુલિત રીતે પ્રાપ્ત ન થાય ત્યારે તે કુપોષણનો ભોગ બને છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વર્ષ 2026માં આવા 1314 બાળકો મળી આવ્યાં છે.

જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા દ્વારા જાન્યુઆરી-2026 માં કુલ રજીસ્ટર્ડ     (જુઓ પાનું 10)

83 હજાર જેટલા બાળકોમાંથી 82691 બાળકોનું વજન કરવામાં આવ્યું હતું જેમાં આજની સ્થિતિએ ઉંચાઈના પ્રમાણ ઓછુ વજન ધરાવતા અતિ કુપોષિત 426 બાળકો મળી આવ્યાં છે જ્યારે ઉમરના પ્રમાણમાં ઓછુ વજન ધરાવતા અતિ કુપોષિત 888 બાળકો નોંધાયાં છે. આમ બન્ને પ્રકારના કુલ અતિ કુપોષિત બાળકોની સંખ્યા 1314 છે.

જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના અધિકારી જનકસિંહ ગોહિલે ફૂલછાબ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેતપુરમાં ઉમરના પ્રમાણમાં ઓછુ વજન ધરાવતા સૌથી વધુ 154 બાળકો મળી આવ્યાં છે જ્યારે બીજાક્રમે જસદણ 130 અને ત્રીજાક્રમે ઉપલેટા 106 બાળકો છે. સૌથી ઓછા 20 બાળકો પડધરીમાંથી મળી આવ્યાં છે. બીજી તરફ ઉંચાઈના પ્રમાણ ઓછુ વજન ધરાવતા અતિ કુપોષિત બાળકોમાં જસદણ પ્રથમક્રમે છે જ્યાં 100 બાળકો મળી આવ્યાં છે જ્યારે સૌથી ઓછા 10 બાળકો લોધિકામાંથી મળી આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વર્ષ 2018માં 2409 કુપોષિત બાળકો નોંધાયા હતાં અને 2023માં વધીને તે 15,573 થઈ ગયાં હતાં. હવે એ સંખ્યામાં ઘટાડો થયો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે. સરકાર દ્વારા કુપોષણ નિવારણના ભાગરૂપે પોષણ સંગમ કાર્યક્રમ શરૂ કરાયાં છે જેના સકારાત્મક પરિણામો મળ્યાં હોવાનો તંત્રનો દાવો છે.

બાળકોમાં કુપોષણના લક્ષણો

?          શરીર નબળુ અને પાતળું

?          વારંવાર બિમાર પડવું

?          ધ્યાન ન રહેવું

?          વાળા સૂકા અને ખરવા લાગવા

?          ચહેરા ઉપર થાક દેખાવો

કુપોષણથી બચવા શું કરવું ?

?          સંતુલિત આહાર (દૂધ,દાળ, શાકભાજી,ફળ)

?          આર્યન અને વિટામીનવાળો ખોરાક

?          સ્વચ્છતા રાખવી

?          સમયસર રસીકરણ

ઇ-પેપરના નવા શુલ્ક