• બુધવાર, 11 માર્ચ, 2026

અમદાવાદના ભાટમાં આધુનિક ઓલિમ્પિક ગેમ્સ વિલેજ બનશે

વિધાનસભામાં રમતગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનું બજેટ-માગણીઓ પસાર : અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવાશે  : રૂ. 90 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાનો મહત્ત્વનો નિર્ણય પણ લેવાયો : કરાઈમાં 50,000ની કેપેસિટીનું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને શાટિંગ રેન્જ બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.10 : ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ-માંગણીઓ આ વિભાગના મંત્રી હર્ષ સંઘવીને ગેરહાજરીમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રજૂ કરી હતી. જેના પર ચર્ચા બાદ મંત્રીના જવાબ પછી આ વિભાગની રૂ. 2006 કરોડની અંદાજપત્રિય માગણીઓ પસાર કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે રૂ. 1331 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 335 એકરમાં ફેલાયેલું ’જટઙ સ્પોર્ટ્સ એન્ક્લેવ’ વૈશ્વિક ફલક પર ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા માટેના મિશનનું કેન્દ્રાબિંદુ બનશે. આ એન્ક્લેવમાં 12000ની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્વેટિક સેન્ટર, 24,000ની ક્ષમતાનું ટેનિસ સેન્ટર અને 18000ની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં 143 એકર વિસ્તારમાં 50,000ની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શાટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે. ખેલાડીઓની સુવિધા માટે અમદાવાદના ભાટ ખાતે 135 એકરમાં 17,500 ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક ‘ઓલિમ્પિક ગેમ્સ વિલેજ’ બનાવવામાં આવશે.

આ માત્ર ઇમારતોનું નિર્માણ નથી પરંતુ ભવિષ્યની મોટી રમતગમતની સ્પર્ધાઓ બાદ આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ’હાઈ-પરફોર્મન્સ ટ્રાનિંગ સેન્ટર’ તરીકે વિકસાવવામાં આવશે. આ સુવિધાઓ ગુજરાતના યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી શકે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 165 કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં હોકીની રમતને વધુ વેગ આપવા માટે રૂ. 90 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

----------

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માગણીઓના મહત્વના મુદ્દા

વર્ષ 2010માં પ્રારંભ થયેલા ’ખેલ મહાકુંભ’માં રમતવીરોની સંખ્યા 16.50 લાખથી વધીને વર્ષ 2025-26માં 72 લાખ સુધી પહોંચી છે

ઈન સ્કુલ યોજના હેઠળ રાજ્યની 230 શાળાઓમાં 1.29 લાખથી વધુ બાળકોને તાલીમ મળી રહી છે

જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ પાછળ વાર્ષિક રૂ. 95 કરોડનો ખર્ચ કરી 5300 બાળકોને તાલીમ આપી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે

આ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ 170, રાજ્ય કક્ષાએ 1938 મેડલ જીત્યા છે

વર્ષ 2024-25ની 68મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતના રમતવીરોએ 32 ગોલ્ડ, 31 સિલ્વર, 54 બ્રોન્ઝ સાથે કુલ 117 મેડલ જીત્યાં હતા.

ઇ-પેપરના નવા શુલ્ક