ઉદ્યોગોને મળતા ગેસનો પુરવઠો
50 ટકા ઘટાડી દેવાતા મજૂરો નવરાં પડયાં
રાજકોટ, તા.13 (ફૂલછાબ ન્યૂઝ):
મધ્યપૂર્વમાં યુધ્ધ ફાટી નીકળ્યા પછી જહાજ રિસાયાક્લિગના ધંધામાં મંદીનો આરંભ થઇ રહ્યો
છે. ભૂરાજકીય કટોકટી વધતી જાય છે અને ઇરાન તથા આસપાસના વિસ્તારોમાં અશાંતિ છે એટલે
અત્યારે જહાજોના સોદા તો ઘટી જ ગયા છે. પરંતુ જ્યાં જહાજો ભાંગવા-કાપવાનું કામ થાય
છે ત્યાં કુદરતી ગેસના પુરવઠામાં કાપ આવી જતા મુશ્કેલી પડવાની શરૂઆત થઇ ગઇ છે.
ઉદ્યોગોને અપાતા ગેસના પુરવઠામાં
સરકારે ભારે કાપ મૂકી દીધો છે. તેની સીધી અસરરૂપે અત્યારે કામકાજ ખોરવાતું જાય છે.
અલંગ જેવા મોટાં શીપ બ્રાકિંગ યાર્ડમાં આમ પણ જહાજોનો જથ્થો ઓછો આવી રહ્યો હતો અને
હવે સમસ્યા વધી છે.
અલંગના સૂત્રો કહે છેકે, જો વધુ
સમય સુધી ગેસની અછતનો સામનો કરવાનો આવશે તો રિસાયાક્લિગની પ્રવૃત્તિમાં ભારે ઘટાડો
જોવા મળશે.
અમેરિકી ડોલરના મૂલ્યમાં ભારે
વધારો થવાને લીધે અત્યારે આયાત મોંગી પડી રહી છે. એવામાં હવે યુધ્ધને લીધે ગેસના પુરવઠામાં
ખાસ્સી તંગી આવી ગઇ છે. સ્થાનિક ખરીદનારા થાક્યા છે અને હવે મજૂરો પણ ગેસના વાંકે કામકાજ
ઘટી જતા બેકાર બનવાના છે.
એક શિપ બ્રેકર કહે છે, નવા જહાજ
ભારતમાં લાવવામાં હજુ બહ્ન સમસ્યા નથી પણ સમસ્યા ગેસની છે.
ભારત અત્યારે 372થી 378 ડોલરની
ઓફર હેવી મેલ્ટીંગ સ્ટીલ માટે કરે છે. તેની સામે બાંગ્લાદેશ 376થી 380 ડોલર અને પાકિસ્તાન
376-380 ડોલર ઓફર કરે છે. અત્યારે તૂર્કી પણ ભારત કરતા ઉંચા 373-393 ડોલર ઓફર કરે છે.
અત્યારે સૌને ભૌગોલિક રાજાકિય
જોખમ અને ઊર્જાના પુરવઠાની ચિંતા છે. ભારતમાં બજારનો મૂડ પ્રભાવિત થયો છે કારણકે કતારથી
આવતા કુદરતી ગેસના પુરવઠામાં વિક્ષેપ પડયો છે. અલંગમાં પણ પુરવઠો ઓછો આપવાનું શરૂ કરાયું
છે. બે દિવસથી કામકાજને અસર થઇ છે.
ભારતમાં હાલ તો એલએનજીનો પ્રવર્તમાન
જથ્થો છે તેનાથી જોખમ ઓછું થયું છેપણ એ જથ્થો ટૂંકાગાળાનો છે.
સ્થાનિક સ્તરે સ્ટીલના ભાવમાં
તીવ્ર વધારો થયો છે તે મધ્યપૂર્વના સંઘર્ષને કારણે છે. જોકે વૈશ્વિક સ્તરે પાકિસ્તાન
અને બાંગ્લાદેશ ઉપરાંત તૂર્કીમાં પણ અત્યારે પ્રવૃત્તિ થોડી ઘટી ગઇ છે. ફેબ્રુઆરીમાં
માત્ર 21 વેપારી જહાજો કે જેનું વજન 4.52 લાખ ગીગા ટન હતું તે જ ઉપલબ્ધ બન્યા હતા.
મોટાંભાગના જહાજો બલ્ક કેરિયર હતા અને 1990ના દાયકામાં બનેલા હતા. ભારતમાં કેટલાક પેનામેક્સ
ટેન્કર પણ આ સોદામાં આવ્યા છે.