• શનિવાર, 14 માર્ચ, 2026

ભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ

ભાવનગર, તા.13: ભાવનગર જિલ્લાના મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ગુરુવારની મોટી રાત્રીના ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ 3.1ની તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર બિંદુ મહુવાથી 23 કિ.મી. દૂર નોંધાયું હોવાનું જાણવા મળેલું છે. ઘણા લાંબા સમય બાદ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભૂકંપ અંગે ચર્ચા જાગી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક