• ગુરુવાર, 26 માર્ચ, 2026

જામનગરમાં ફાયારિંગ અને જાનલેવા હુમલો કરનાર 6 આરોપીઓ ઝડપાયા

જામનગર, તા.24:  જામનગર-દ્વારકા હાઈવે પર વસઈ ગામ પાસે ગત તા.22ની રાત્રે જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા ચકચાર મચી ગઈ છે. અસલમ કરીમભાઈ ખીલજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભત્રીજા શાહનવાઝ અને રઉફ પોતાની થાર કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે અલ્તાફ ગફાર ખફી અને તેના સાગરીતોએ અન્ય થાર તથા બલેનો કારમાં તેમનો પીછો કર્યો હતો. તુલસી હોટલ પાસે આરોપીઓએ ચાલુ ગાડીએ ફાયારિંગ કર્યું હતું અને ત્યારબાદ વસઈ ગામ પાસે શાહનવાઝની કારને ઠોકર મારી પલ્ટી ખવડાવી દીધી હતી. આ હુમલામાં શાહનવાઝ અને રઉફને ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ તાત્કાલિક નાકાબંધીના આદેશ આપ્યા હતા. એ.એસ.પી. પ્રતિભાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ. વી.એમ. લગારીયા, એસ.ઓ.જી પી.આઈ. બી.એન. ચૌધરી અને સિક્કા પી.આઈ. પી.ટી. જયસ્વાલની ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બાતમીના આધારે પોલીસે છ આરોપીઓ મોસીન ઉર્ફે મુસો, હમીદ ઉર્ફે રાંઝો, તબરેજ હાલાણી, નુરમામદ સિદીકી, તોહીદખાન ઉર્ફે પપ્પુ અને વિજય ઉર્ફે ગોનો ધેલાભાઈને ઝડપી પાડ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી 2 દેશી તમંચા, 3 જીવતા કારતૂસ, લોખંડના પાઈપ, કોયતો, છરી, હથોડી તેમજ બલેનો અને થાર કાર સહિત કુલ ?18,10,440નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે ગત તા. 20/02/2026 ના રોજ શાહનવાઝ ખીલજી સહિતના શખ્સોએ ઓસમાણભાઈ ખફીને માર માર્યો હતો, જેનો બદલો લેવા માટે અલ્તાફ ખફી અને તેના સાગરીતોએ આ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક