બે
જૂથ વચ્ચે લોહિયાળ ખેલ, સારવારમાં એકનું મૃત્યુ
હળવદ,
તા.25 : હળવદ શહેરના બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને
લઈ થયેલી મારામારી હવે હત્યામાં પલટાઈ છે. ઉગ્ર ઝઘડા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા
કાળુભાઈ મોહનભાઈ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
ઘટનાની
વિગત મુજબ, જૂની દુશ્મનાવટને કારણે બન્ને પક્ષ આમને-સામને આવી ગયા હતા, જેમાં માથાના
ભાગે કુહાડીના ઘા વાગવાથી કાળુભાઈનું મૃત્યુ થયું હતું. આ હિંસક અથડામણમાં એક મોટરસાઇકલ
પણ સળગાવી દેવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. પોલીસે બન્ને પક્ષની સામસામી
ફરિયાદ નોંધી છે. મૃતકનાં પત્ની રતનબેન પરમારે નટુ નાનજી પરમાર સહિત 6 શખસ સામે ફરિયાદ
નોંધાવી છે જ્યારે સામા પક્ષે પણ વળતી ફરિયાદ કરી છે. હાલ હળવદ પોલીસે હત્યાનો ગુનો
નોંધી ફરાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.