• ગુરુવાર, 26 માર્ચ, 2026

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે તા.28મીએ 632 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રૈયાધાર- ઘંટેશ્વરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્દઘાટન કરશે

રાજકોટ, તા.25 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા.28ને શનિવારે શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે રૂ. 632.13 કરોડના 44 વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવશે.

મુખ્યમંત્રીના હસ્તે રૈયાધાર અને ઘંટેશ્વરમાં ડ્રેનેજના પાણી માટેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ.33.30 કરોડના ખર્ચે રૈયાધારમાં હાલના 56 એમએલડી એસટીપી પાસે 23 એમએલડી ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત રૂ.30.85 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તાર માટે   15 એમએલડી ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ બનાવામાં આવ્યો છે.

 મુખ્યમંત્રીના હસ્તે વોર્ડ નં.3ના રેલનગરમાં પાણીનો પ્રશ્ન ઉકેલી શકે તેવા 139 લાખ લીટર ક્ષમતાના જીએસઆર (અંડરગ્રાઉન્ડ ટેન્ક)નું ઉદ્ઘાટન કરવામાં આવશ પ43 કરોડના 40 જેટલા રસ્તા, નવા બિલ્ડીંગ સહિતના ઇન્ફ્રાસ્ટ્રકચર, પાણી પુરવઠાના કામોનો પ્રારંભ મુખ્યમંત્રી કરાવશે. કાર્યક્રમ બાદ ત્રણ દિવસમાં મનપાની ચૂંટણી જાહેર થવાની સંભાવના હોવાથી આચારસંહિતા પૂર્વે કોર્પોરેશને 63ર કરોડના કામો તૈયાર રાખ્યાં છે.

ઘંટેશ્વર વિસ્તારમાં રૂ. 15.81 કરોડના ખર્ચે સીવેજ પમ્પીંગ સ્ટેશન-1 અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-2 બનાવવામાં આવ્યા છે. રૂ. 8.27 કરોડના ખર્ચે રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (જીએસઆર) બનાવવામાં આવ્યો છે. જેનાથી વોર્ડન વિસ્તારોમાં પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ બનશે. આમ કુલ રૂ. 88.25 કરોડના 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.

543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત

મુખ્યમંત્રીના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂ. 543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.જેમાં બાંધકામ વિભાગના રૂ.361.01 કરોડના 29 કામો, વોટરવર્કસ વિભાગના 173.17 કરોડના 7 કામો, ડ્રેનેજ વિભાગના રૂ.1.96 કરોડના 3 કામો, રોશની વિભાગના રૂ.75 લાખના એક કામનો સમાવેશ થાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક