• સોમવાર, 30 માર્ચ, 2026

કાનાલુસ- જામનગર ડબલ ટ્રેકનું વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા. 29 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતમાં 891 કરોડના વિવિધ રેલ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે.આ અવસરે પ્રધાનમંત્રી દ્વારા ખેડબ્રહ્મા - હિંમતનગર - અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ તેમજ ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઇનનું લોકાર્પણ તથા ગાંધીધામ-આદીપુર રેલ લાઇનના મલ્ટી-ટ્રાકિંગ અને 257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા કાનાલુસ-જામનગર રેલ લાઇનના ડબાલિંગ પ્રોજેક્ટનું રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે, જેનાથી ઉત્તર ગુજરાત અને રાજ્યના મધ્ય ભાગ વચ્ચે ઝડપી, સુલભ અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થા સ્થાપિત થશે.

 લોકાર્પણ થનારા મુખ્ય રેલ પ્રોજેક્ટ્સ

કાનાલુસ  જામનગર રેલખંડનું ડબાલિંગ (27 કિમી)ના 257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા પ્રોજેક્ટ હેઠળ હવે એક જ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે, જેનાથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. માલગાડીઓની ગતિમાં વધારો થવાથી વેપારને પણ લાભ થશે.

ખેડબ્રહ્માથી હિંમતનગર થઈ અમદાવાદ (અસારવા) સુધી શરૂ થનારી નવી ટ્રેન સેવા સામાન્ય જનતા માટે દૈનિક મુસાફરી સરળ બનાવશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દર્દીઓ માટે શહેર સુધી અવરજવર વધુ સુવિધાજનક અને સસ્તી બનશે. આનાથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોનો સીધો સંપર્ક મોટાં શહેરો સાથે થશે, જેનાથી જીવનધોરણમાં સુધારો આવશે

- ખેડબ્રહ્મા  હિંમતનગર રેલ લાઇન (55 કિમી). 482 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઇનથી સાબરકાંઠા વિસ્તારને સીધી રેલ સુવિધા પ્રાપ્ત થશે. હવે લોકો અમદાવાદથી નાના અંબાજી સુધી ઓછા સમયમાં અને સસ્તા ભાડામાં સરળતાથી પહોંચી શકશે. ખેડૂતોને તેમનાં ઉત્પાદનો બજાર સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે,

- ગાંધીધામ આદિપુર રેલખંડનું મલ્ટીટ્રાકિંગ (11 કિમી). 152 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઇનથી માલગાડીઓની અવરજવર સુગમ થશે. કંડલા પોર્ટ અને આસપાસના ઉદ્યોગોને માલ પરિવહનમાં તેજી મળશે, જેનાથી વેપારને વેગ મળશે. ખાસ કરીને મીઠું, કન્ટેનર, ખાતર, પેટ્રોલિયમ ઉત્પાદનો અને કોલસાના પરિવહનમાં ગતિ અને કાર્યક્ષમતા વધશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક