• સોમવાર, 30 માર્ચ, 2026

ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, 132450 પરીક્ષાર્થી હાજર રહ્યા

ગેરરીતિ ડામવા માટે તમામ કેન્દ્રો પર ખાસ તકેદારી રખાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા. 29:  રાજ્યભરમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા લેવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ હતી. આ પરીક્ષામા કુલ 132450 પરીક્ષાર્થી હાજર રહ્યા હતા.   ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયારિંગ, ફાર્મસી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટેની ગુજકેટ 2026 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આજે આયોજન કરાયું હતું. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2026ની પરીક્ષાના પ્રથમ સેશનમાં ભૌતિક વિજ્ઞાન (054)/રસાયણ વિજ્ઞાન (052) વિષયમાં કુલ-136100 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.

 બીજા સેશનમાં જીવવિજ્ઞાન (056) વિષયમાં કુલ-77607 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-75514 પરીક્ષાર્થીઓ હાજર હતા. ત્રીજા સેશનમાં ગણિત (050) વિષયમાં કુલ-58924 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-57158 પરીક્ષાર્થીઓ હાજર હતા. આજના દિવસની પરીક્ષામાં કોઈ ગેરરીતિ નોંધાયેલી નથી. ઉલ્લેખનય છે કે 36 ઝોનમાં 668 પરીક્ષા સ્થળો પર 1.35 લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.

અમદાવાદ શહેરમાં 59 અને ગ્રામ્યમાં 30 બિલ્ડિગમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ શહેરમાં 11,754 વિદ્યાર્થીઓ અને ગ્રામ્યમાં 6352 ગુજકેટના પરીક્ષાર્થીઓ હતા. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થી હતા.  શહેરમાં ગુજરાતી મીડીયમમાં 2512, હિન્દી મિડિયમમાં 522 અને અંગ્રેજી મીડિયમમાં 8720 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં ગુજરાતી મીડીયમમાં 3097, હિન્દી મીડિયમમાં 109 અને અંગ્રેજી મીડિયમમાં 3146 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ન પડે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો હતો  તેમજ પરીક્ષામાં ગેરરીતિ ડામવા માટે તમામ કેન્દ્રો પર ખાસ પગલા પણ લેવામાં આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક