• રવિવાર, 29 માર્ચ, 2026

ગોંડલના ભુણાવા ગામેથી 1.59 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ

સરકારી ખરાબાની જમીનમાં સાદી રેતી અને સોફ્ટ મોરમની ચોરી કરનારા 6 શખસ સામે ગુનો નોંધાયો

ગોંડલ, તા.28 : તાલુકાના ભુણાવા ગામમાં ખનીજ માફિયા પર તંત્ર ત્રાટક્યું હતું અને રૂ.1.59 કરોડની ખનીજચોરી પકડાઈ હતી. ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે સાદી રેતી અને સોફ્ટ મોરમની ચોરી કરનારા 6 શખસ વિરૂદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાણવાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભુણાવાના સહદેવાસિંહ રેવતુભા જાડેજા, સિદ્ધરાજાસિંહ નિરૂભા જાડેજા, મજબૂતાસિંહ કિરૂભા જાડેજા, રણજીતાસિંહ નટુભા જાડેજા, દિગ્વિજયાસિંહ બાપાલાલ જાડેજા અને ચન્નાભાઇ આંબાભાઇ સરસીયાના નામ આપતાં આરોપીઓ સામે માઇન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

કલેક્ટર કચેરીમાં વિક્રમાસિંહ નોંધુભા જાડેજાની લેખિત ફરિયાદ કલેક્ટર કચેરીના જનસંપર્ક અધિકારીને મળી હતી કે, ગોંડલના ભુણાવા ગામના ગૌચરની જમીન તથા સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે માટી ચોરી થઇ રહી છે. જે અનુસંધાને રાજકોટ ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી તા.6ના રોજ ખનીજ વિભાગની ટીમે ગોંડલ પોલીસ, નાયબ મામલતદાર, અરજદાર વિક્રમસિંહ જાડેજાને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ ઉપર સાદી માટીનું નવું ખોદકામ થયેલું હોવાનું જણાઈ આવ્યું હતુ. સર્વે નં.203 અને 106માં થયેલા ખોદકામની ખરાઇ કરતા કોઇ પ્રકારની મંજૂરી વગર કુલ 38514.31 મેટ્રીક ટન સોફ્ટ મોરમ અને 31798.10 મેટ્રીક ટન સાદી માટી મળીને કુલ રૂ,59,91,659ની ખનીજ ચોરી થયાનું ફલિત થતા ખનીજ વિભાગની ટીમે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક