(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.28 : ગાંધીનગર ખાતે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થયેલી વર્ચ્યુઅલ બેઠકની વિગતો
આપી હતી.
બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની વર્તમાન સ્થિતિની
સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો કે, રાજ્ય સરકાર પાસે તમામ પ્રકારના પૂરવઠાનો
પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને આગામી સમય માટે પણ સચોટ આયોજન કરાયું છે. ખાસ કરીને નાગરિકોને
કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવવા માટે ખાસ અપીલ કરાઈ છે. રાજ્યમાં ઇંધણ કે જીવનજરૂરી
ચીજવસ્તુઓની કોઈ અછત નથી તેવું સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. લોકડાઉનની અફવા
ફેલાવનાર સામે કડક કાર્યવાહી થશે. નાયબ મુખ્યમંત્રીએ
સ્પષ્ટ કર્યું હતું કે આવી અફવાઓથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. અફવા ફેલાવનારા લોકો
સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે, તેથી આવા તત્વોને બાયકોટ કરવા જોઈએ. રાજ્ય સરકાર
આ મામલે અત્યંત ગંભીર છે અને અત્યાર સુધીમાં અફવા ફેલાવનારા 17 લોકો સામે કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવે તો તુરંત સરકારને જાણ
કરવા અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગુજરાત ગેસ વિતરણ ક્ષેત્રે દેશમાં અગ્રેસર
છે. ગુજરાતમાં ઙગઋ અને ઈગઋને પ્રાધાન્ય અપાશે.
ખાસ કરીને હોસ્પિટલ અને સ્કૂલ જેવી સંસ્થાઓને પ્રથમ અગ્રતા અપાશે અને ઉદ્યોગો તેમજ
સામાન્ય નાગરિકોને ઈંધણની તકલીફ ન પડે તે માટે સરકારે સંકલન સમિતિની રચના કરી છે. જિલ્લા
સ્તરે પણ બેઠકો યોજીને ઉદ્યોગોની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવશે. કાળાબજારી કરનારા
તત્ત્વો સામે સરકાર કડક હાથે કામ લેશે.