• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે

દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 8: હાલના તબક્કે માવઠાઓ પૂરા થઇ જતા હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધે તેવી આગાહી કરી છે. જેમાં આગામી તા.11થી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જો કે, રાહતની વાત એ છે કે પવનની ગતિ હમણાં સામાન્ય જ રહેશે.

આગાહી અનુસાર રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુસાર આગામી તા. 11થી 14 સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ખાસ કરીને કોસ્ટલ(દરિયાકાંઠાના) ક્ષેત્રોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે દરિયાઈ વિસ્તારો નજીકમાં વસવાટ કરતાં લોકોને ગરમી અને બફારાના લીધે ભારે અકળામણનો અનુભવ થઈ

શકે છે.   દરમિયના આજ દિવસ દરમિયાન સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન ભાવનગરમાં નોંધાયું હતું જ્યારે મુખ્ય શહેરો જેમ કે અમદાવાદમાં 35.8, બરોડામાં 34.6, ગાંધીનગરમાં 35.2, રાજકોટમાં 36.3 અને સુરતમાં 32.1 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક