મુદ્દલ
રકમ પરત લેવાનો ઈન્કાર કરી પરાણે સાટાખત કરાવ્યા
‘પરિવારને
ઉપાડી જઈશું’ કહી ધમકી આપતા મનીલોન્ડરિંગ હેઠળ ગુનો નોંધાયો
રાજકોટ,
તા. 8: રાજકોટ શહેરના કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે ગોંડલ તાલુકા
પોલીસ મથકમાં મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ વધુ એક
ફરિયાદ નોંધાઈ છે. બીમાર પત્નીની સારવાર માટે રૂ. 1.50 લાખ વ્યાજે લેનાર પ્રૌઢની સાત
વીઘા જમીન આ ટોળકીએ ધાક-ધમકી આપી પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત
વિગતો મુજબ મૂળ મોટા મહિકાના અને હાલ રાજકોટ રહેતા રમેશભાઈ વિરડીયાએ નોંધાવેલી ફરિયાદ
મુજબ, વર્ષ 2019માં પત્નીની સારવાર માટે તેમણે અલ્પેશ દોંગા પાસેથી 3 ટકા વ્યાજે રૂ.
1.50 લાખ લીધા હતા. નિયમિત વ્યાજ ચૂકવવા છતાં અલ્પેશ દોંગા, નિલેશ બગથરિયા અને સંજય
ટીંબડીયાએ ધાક-ધમકી આપી રમેશભાઈની દાળિયા ગામની સાત વીઘા જમીનનું સાટાખત કરાવી લઈ કબ્જો
કરી લીધો હતો.
ફરિયાદમાં
જણાવ્યા અનુસાર, રમેશભાઈએ વ્યાજ ચૂકવવામાં વિલંબ કર્યો ત્યારે અલ્પેશ દોંગાએ તેમને
અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી
પરાણે જમીનનું સાટાખત કરાવી લીધું હતું. રમેશભાઈએ અત્યાર સુધીમાં રૂ. 1.12 લાખ જેટલું
વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરોનું દબાણ ચાલુ રહ્યું હતું જ્યારે રમેશભાઈએ પોતાની
મૂળ રકમ રૂ. 1.50 લાખ પરત આપીને જમીન મુક્ત કરવા વિનંતી કરી, ત્યારે આરોપીઓએ કોઈ જવાબ
આપ્યો ન હતો. આ દરમિયાન પત્નીના બીજા ઓપરેશનમાં પૈસા વપરાઈ જતાં રમેશભાઈએ સમય માંગ્યો
હતો, પરંતુ આરોપીઓએ વધુ દબાણ કરી નિલેશ બગથરિયાના બદલે સંજય ટીંબડિયાના નામે જમીનનું
બીજું સાટાખત કરાવી લીધું હતું અને જમીન ખાલી કરી નાખવા ધમકી આપી હતી.
ત્યારપછી
અવાર નવાર નિલેશ બગથરિયાના નામે કરેલા સાટાખત રદ કરવા જણાવેલુ પણ તે કોઈ જવાબ આપતા
ન હતા, તેમજ અલ્પેશ વાડીએ આવી જગ્યા ખાલી કરી જતા રહેજો નહીંતર અમારી પાસે ઘણા બધા
માણસો છે જે તમને તથા તારા પરિવારના સભ્યોને ગમે ત્યારે ઉપાડી લેશે અને જીવતા નહીં
રહેવા દઈએ જેથી આ જમીન હવે ભુલી જાજો તેમ કહેતા કહેલુ કે, આપડે સાટાખત સિક્યુરીટી પેટે
કરેલુ છે અને તમને રૂપિયા આપીએ ત્યારે સાટાખત રદ કરી આપવાની રહે છે, જેથી અલ્પેશએ કહેલું
કે, તે બધુ ભુલી જજો, તેમ કહી જતા રહેલા. આરોપીને રૂપિયા આપી દીધા હોય તો પણ જમીનનું
સાટાખત રદ કરી આપેલું નથી જેથી કંટાળી અંતે ફરિયાદ નોંધાવી હતી.