• બુધવાર, 22 એપ્રિલ, 2026

સોરઠ પંચાયતની ચૂંટણી : વર્ષ -2021 જેવું પરિણામ ભાજપને મળશે કે નહીં ? કયાં પક્ષનું વજન વધ્યું છે અને કોનું ઘટયું છે? તેનો કયાશ કાઢવો મુશ્કેલ બન્યો છે

(ફૂલછાબ ન્યુઝ)

જૂનાગઢ, તા. 20 સોરઠમાં પંચાયત ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, આ ચૂંટણીમાં સત્તા ટકાવી રાખવી ભાજપ માટે મોટો પડકાર સાબિત થશે ત્યારે સવાલ એ ઉભા થાય છે કે, શું પક્ષ 2021 જેવું પરિણામ આ વખતે પણ મેળવી શકશે કે કેમ ?કારણ કે, આ વખતે તમામ બેઠકો પર જીત મેળવવી અગાઉ જેટલી સરળ નથી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક અને જિલ્લાની 9 તાલુકા પંચાયતની 157 બેઠક ઉપર આગામી રવિવારે મતદાન યોજાશે. આ અંગેનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને તેમના ટેકેદારો તથા રાજકીય નેતાઓ દ્વારા ઠેર ઠેર ચૂંટણી સભાઓ ગજવામાં આવી રહી છે એકબીજા ઉપર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. 

વર્તમાન પરિસ્થિતિનું આકલન અને ગ્રામ્ય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ ‘આપ’ અને કોંગ્રેસ પોતાનું વજન વધારી રહ્યાં છે ત્યારે આ વખતે ભાજપે સત્તા ટકાવી રાખવા વર્ષ 2021ની ચૂંટણીની તુલનાએ વધુ મહેનત કરવી પડશે.જો કે, અત્યારે મતદારો દરેક ઉમેદવારની સભામાં જોડાતા હોવાથી કયાં પક્ષનું વજન વધ્યું છે અને કોનું ઘટયું છે ?તેનો કયાશ કાઢવો મુશ્કેલ બન્યો છે.

ભાજપના એક વરષ્ઠિ આગેવાને નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે, જિલ્લા 2021ની ચૂંટણીનું પુનરાવર્તન કરવું ભાજપ માટે કઠિન છે. ભાજપના પ્રતિસ્પર્ધી આપ અને કોંગ્રેસ માટે વકરો એટલો નફો તેવી માનસિકતા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક