મહિલા સહિત 10 શખસના ટોળા સામે ગુનો નોંધાયો
(ફૂલછાબ
ન્યૂઝ)
ભાવનગર,
તા.12 : ગુંદી કેરિયા ગામે વાહન ચાકિંગની કામગીરી કરી રહેલા પોલીસ સ્ટાફ પર સ્થાનિક
લોકોના ટોળાએ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. અમારા વિસ્તારના લોકોના વાહનો કેમ પકડો
છો ? કહી ઉગ્ર બોલાચાલી કરી, પોલીસ સ્ટાફને ધક્કામુક્કી કરી કામગીરીમાં અડચણ ઉભી કરવા
બદલ મહિલા સહિત 10 શખસના ટોળા સામે ગુનો નોંધાયો
છે.
પ્રાપ્ત
થતી માહિતી મુજબ ઘોઘા પોલીસ મથકના ઇન્ચાર્જ
પી.આઈ. એમ.એન. ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ગલસર તથા અન્ય સ્ટાફ ગુંદી કેરિયા
વિસ્તારમાં વાહન ચાકિંગમાં હતા. આ દરમિયાન ચાર મોટરસાઇકલ ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો
કે વાહનમાં ખામી જણાતા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ઉશ્કેરાઈને સ્થાનિક
રહીશોનું એક ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાએ પોલીસને ઘેરી લઈ ઉગ્ર દલીલો શરૂ કરી હતી
અને તમે અહીં ચાકિંગ કેમ કરો છો તેમ કહી પોલીસ કર્મચારીઓને ધક્કે ચડાવ્યા હતા. ટોળાએ
પોલીસ સ્ટાફને વાહન ચાકિંગના સ્થળેથી પાછળ ધકેલી દીધા હતા અને જાહેર રસ્તા પર અશ્લીલ
શબ્દો ઉચ્ચારી કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા મોબાઈલ
ફોનમાં વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. આ મામલે પોલીસે સુજનભાઈ ઉર્ફે સવુ અબુભાઈ,
કમાભાઈ દાનાભાઈ, સંજયભાઈ મનુભાઈ સહિતના 10 શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.