• બુધવાર, 13 મે, 2026

હિમંતા સતત બીજી વખત આસામના સીએમ બન્યા

આસામી ભાષામાં લીધા શપથ : ચાર મંત્રીની પણ સોગંદવિધિ; વડાપ્રધાન મોદી રહ્યા હાજર

ગુવાહાટી, તા. 12 (પીટીઆઈ) : હિમંતા બિસવા સરમાએ મંગળવારે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જે ઉત્તરપૂર્વીય રાજ્યમાં સતત ત્રીજી ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચના છે. ચાર ધારાસભ્ય - ભાજપના રામેશ્વર તેલી અને અજંતા નિઓગ, એજીપીના અતુલ બોરા, બીપીએફના ચરણ બોરોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. શપથગ્રહણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુવાહાટીના ખાનપારા વિસ્તારમાં વેટરનરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ સરમા અને ચારેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સર્બાનંદ સોનોવાલ, પાબિત્રા માર્ગેરિતા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ અને ભાજપ પ્રમુખ નીતિન નબીન હાજર રહ્યા હતા.

ધોતી અને કુર્તા પહેરેલા અને ગળામાં પરંપરાગત ‘ગામોસા’ લપેટેલા મુખ્યમંત્રીએ આસામી ભાષામાં શપથ લીધા હતા. ચાર ધારાસભ્યમાંથી ત્રણ - તેલી, બોરા અને નિઓગએ પણ આસામી ભાષામાં શપથ લીધા, જ્યારે બીપીએફ મંત્રીએ બોડો ભાષામાં શપથ લીધા હતા. શપથગ્રહણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ સરમા અને મંત્રીઓને અભિનંદન આપ્યાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક