એક
મહિલા સહિત વધુ બે આરોપી સીબીઆઇની જાળમાં શુભમને બે દિવસના રિમાંડ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઇ
તા 13 : તબિબી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા નીટ પેપર લીક કાંડમાં એકશનમાં
આવેલી સીબીઆઇની ટીમે નાશિકથી પકડાયેલા આરોપી શુભમ ખૈરનારને અદાલતમાં રજૂ કરીને તેના
બે દિવસના ટ્રાન્ઝીટ રિમાંડ મેળવ્યા હતા. જ્યારે પૂણે પોલીસે એક મહિલાની અટકાયત કરીને
સભઆઇને હવાલે કરી હતી.આ જ રીતે અહિલ્યાનગરમાં પોલીસ કાર્યવાહીમાં અન્ય એક આરોપી ધનંજય
લોખંડેની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઇની
ટીમે અદાલતમાં જણાવ્યું હતું કે આ કેસમાં આરોપેનું
નેટવર્ક અન્ય રાજ્યો સુધી ફેલાયેલું હોવાની શંકા છે. તેથી શુભમ ખૈરનારની કસ્ટડીમાં
પુછપરછ આવશ્યક છે. હવે તપાસ ટુકડી શુભમને દિલ્હી લઇ જાય તેવી સંભાવના છે. મંગળવારે
રાજસ્થાન પોલિસે કરેલી વિનંતીના આધારે નાશિક પોલિસે ઇંદિરા નગર વિસ્તારમાંથી શુભમની
અટકાયત કરી હતી. નીટ પેપરલીક કેસનું અન્ય એક
પગેરૂં અહિલ્યાનગરમાંથી મળ્યું છે. અહિલ્યાનગર પોલિસે રાહુરી તાલુકાના મહાડુક કેન્દ્ર
ખાતેથી ધનંજય નિવ?તિ લોખંડેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને સીબીઆઇની ટીમના હવાલે
કરવામાં આવ્યો હતો. ધનંજય કર્ણાટકનાં મેંગ્લુરથી
બી.એ.એમ.એસની ડીગ્રી પ્રાપ્ત કરીને આવ્યો હતો અને
બે વર્ષથી પૂણેના વાઘોલી વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરતો હતો.
જ્યાં નારાયણ ગાંવ વિસ્તારમાં તેની દોસ્તી ઓમકાર સાથે થઇ હતી.આ દોસ્ત મારફતે ધનંજયને
પેપર લીક અંગેની લિંક મળી હોવાની પોલિસને શંકા છે. આ ઉપરાંત પોલિસે ધનંજયના ભાઇ અજય
લોખંડેની પણ પુછપરછ કરી છે.