અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી, બન્ને ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ ગયા
મોરબી,
તા. 12: માળિયા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત બાદ બંને ટ્રકના
ડ્રાઈવર ફસાઈ જતા એક ચાલકને ફાયર ટીમે બહાર કાઢી સારવાર માટે ખસેડાયો હતો તો એક ડ્રાઈવરનું
ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મોરબી-માળિયા હાઈવે પર વીરવિદરકા ગામના પાટિયા પાસે
બે ટ્રક અથડાયા હતા અને ભીષણ ટક્કરને પગલે ટ્રકમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતને પગલે
બંને ટ્રકના ચાલક ફસાઈ ગયા હતા બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી એક ટ્રક
ડ્રાઈવરને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો
હતો જયારે એક ટ્રકના ડ્રાઈવરનું ફસાઈ જતા ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રાહુલ ધારાભાઇ
આહીર (ઉ.વ.23) રહે. કચ્છવાળા હોવાનું જાણવા મળ્યું છે માળિયા પોલીસે અકસ્માતના મામલે
વધુ તપાસ ચલાવી છે.