(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.16 : જાન્યુઆરી-2927માં
મહાત્મા મંદિર ખાતે યોજનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના પ્રચાર અને
રોકાણકારોને આકર્ષવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય
પ્રતિનિધિ મંડળ ઞજઅ અને કેનેડાના પ્રવાસે જવા 16, ઓગસ્ટની સવારે રવાના થઈ ચૂક્યું છે.
મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં
વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.
મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં
વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ
મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર સ્વરૂપ પી., મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ
ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની
સાથે આ વિદેશ પ્રવાસમાં સાથે રહેવાનું છે.
મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં ગુજરાત
ડેલિગેશન અમેરિકામાં વાશિંગટન ડી સી, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં
ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણ કારો, ઇમરજિંગ ટેકનોલોજી સેક્ટરના અગ્રણીઓ અને ગુજરાતી
સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટૂ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ
ગાથાની પ્રસ્તુતિ કરશે તેમજ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં
જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે.
મહત્ત્વનું છે કે, આ ડેલિગેશનમાં
રાજ્યના ટોચના 5 સિનિયર ઈંઅજ ઓફિસર્સ પણ જોડાયા છે ત્યારે 16થી 24મી, ઓગસ્ટ સુધીની
તેમની આ ગેરહાજરી દરમિયાન વહીવટી કામગીરી ખોરવાય નહીં તે માટે સામાન્ય વહીવટ વિભાગ-ઋઅઉ
દ્વારા કામચલાઉ ચાર્જ સોંપણીનો ચાર્જ એરેન્જમેન્ટ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે.
આ તમામ ચાર્જ સોંપણી વિદેશ પ્રવાસે
ગયેલા અધિકારીઓ પરત ન ફરે ત્યાં સુધી હંગામી ધોરણે અમલમાં રહેશે.