ચોખાનું બમ્પર ઉત્પાદન માથે છે ત્યારે નિકાસમાં વેગ નહીં આવે તો ભરાવો થવાનો ભય
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,તા.14
ઃ માર્ચ
મહિનાથી બંદરો
પર પર
ટ્રાફિકની સમસ્યા
થોડી વધી
છે. કન્ટેનરની
તીવ્ર અછતને
કારણે આ
સમસ્યા સર્જાઇ
છે. જોકે
તેના કારણે
બંદરોના વેરહાઉસમાં
મોટી ઇન્વેન્ટરી
જમા થઇ
ગઇ છે.
અત્યારે ચોખાના
નિકાસકારો ભારે
સમસ્યાનો સામનો
કરી રહ્યા
છે. ઉત્તર
ભારતમાંથી કન્ટેનરાઇઝ્ડ
બાસમતી અને
બિન-બાસમતી
ચોખાના શિપમેન્ટનો
મોટો હિસ્સો
ગુજરાતના બંદરોથી
નિકાસ થાય
છે. કંડલાથી
મોટાં જથ્થામાં
નિકાસ થાય
છે જ્યાં
કન્જેન્શનને લીધે
વારંવાર શીપમેન્ટો
મોડાં પડે
છે. ઓક્ટોબરમાં
ચોખાની નવી
મોસમ શરૂ
થવાની છે
ત્યારે દબાણ
વધે તેમ
છે.
અલ નીઓની
સ્થિતિ હોવા
છતાં ભારતના
ચોખાનું ઉત્પાદન
લગભગ 1530 લાખ
ટન થવાનો
અંદાજ છે.
એ જોતા
200 લાખ ટનનો
સરપ્લસ પુરવઠો
મળવાનો છે.
બફરની આવશ્યકતા
કરતા પણ
વધારે જથ્થો
હશે, એવામાં
જો નિકાસમાં
ખલેલ પહોંચે
તો પુરવઠો
વધવાનો ભય
છે.
નિકાસકારો કહે
છે,
કંડલા બંદર
પર ભીડને
કારણે કાર્ગો
ક્લિયરન્સ 35-40 દિવસ
સુધી લંબાય
છે અને
વિદેશી બજારોમાં
શિપમેન્ટ પાટા
પરથી ઉતરી
જવાનો ભય
છે.
જે દેશોમાં
આયાત પરમિટની
માન્યતા મર્યાદા
કડક છે
ત્યાં સમસ્યા
વકરી છે.
કંડલાથી મોટાંજથ્થામાં
જતી એગ્રી
કોમોડિટીઝ ઉપરાંત
ભારે સ્ટીલ,
લોખંડ, કોલસો
અને યુરિયા
કાર્ગો જેવી
ચીજોની નિકાસ
મોટાંપાયે થાય
છે.
ચોખાના શીપમેન્ટ
માટે બર્થને
પ્રાથમિકતા આપવામાં
આવે તેવી
માગણી ઉઠી
છે. ભારત
વિશ્વબજારમાં આશરે
210 લાખ ટન
ચોખાની નિકાસ
કરે છે
ત્યારે હવે
શીપમેન્ટો સમયસર
થાય તે
ખૂબ જ
જરુરી છે.
બંદર પર
વિક્ષેપ એવા
સમયે આવ્યો
છે જ્યારે
ભારત પાસે
ચોખાનો વધારાનો
સ્ટોક છે
અને વૈશ્વિક
માંગમાં અપેક્ષિત
વધારાનો લાભ
લેવા માટે
ભારત હાલ
સારી સ્થિતિમાં
છે. કેટલાક
નિકાસકારો કહે
છે, કંડલા
અને મુંદ્રા
બન્ને બંદરો
પર સમસ્યા
ઓછી નથી.
નિકાસ થતાં
ચોખાનો મોટો
જથ્થો આ
બન્ને બંદરોથી
ડિસ્પેચ થતો
હોય છે.
શીપમેન્ટની સમસ્યાને
લીધે વિશ્વ
બજારમાં ભારતીય
ચોખાના ભાવમાં
13 ટકાનો વધારો
થઇ ગયો
છે.
એપેડાના આંકડાઓ
પ્રમાણે
2025-26માં ભારતે
65.20 લાખ ટન
બાસમતી ચોખા
અને 150 લાખ
ટન નોન
બાસમતી નિકાસ
કર્યા છે.
વૈશ્વિક સ્તરે
ચોખાના ઉત્પાદનમાં
લગભગ 90 લાખ
ટનનો ઘટાડો
થવાની શક્યતા
છે.