ડીસીબી બેન્કનાં ખાતાથી સાયબર ઠગાઈનાં નાણાં સગેવગે કરનાર યુવક જેલ ભેગો
(ફૂલછાબ
ન્યૂઝ)
ભાવનગર, તા.14
ઃ દેશનાં
વિવિધ રાજ્યોમાં
આચરવામાં આવેલા
સાયબર ફ્રોડના
નાણાં પોતાના
બેન્ક ખાતામાં
મેળવીને સગેવગે
કરનારા મ્યૂલ
એકાઉન્ટ ધારક
સામે ભાવનગર
સાયબર ક્રાઇમ
પોલીસે લાલ
આંખ કરી
છે, જેમાં
વાઘાવાડી રોડ
સ્થિત ડીસીબી
બેન્કનાં ખાતા
દ્વારા કરોડો
રૂપિયાના વ્યવહારો
કરી ઠગાઈ
આચરવાના આ
મામલે પોલીસે
ગણતરીનાં કલાકોમાં
જ આરોપીને
ઝડપી પાડી
કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી
છે. ભાવનગર
સાયબર ક્રાઇમ
પોલીસ સ્ટેશનના
પો.કોન્સ્ટેબલ
શૈલેષકુમાર પ્રવીણભાઈ
મકવાણાની ફરિયાદના
આધારે તિલકનાગર
(આડોડિયાવાસ) ખાતે
રહેતા સિદ્ધાંત
સંજયભાઈ રાઠોડ
સામે ગુનો
નોંધવામાં આવ્યો
છે. આરોપી
સિદ્ધાંત સંજયભાઈ
રાઠોડના બેન્ક
એકાઉન્ટમાં 1 ડિસેમ્બર,
2024થી 4 એપ્રિલ,
2026 દરમિયાન કુલ
રૂ. 11,52,72,196ના
શંકાસ્પદ વ્યવહારો
થયા હોવાનું
ખૂલતા પોલીસે
તેની ધરપકડ
કરી વધુ
તપાસ હાથ
ધરી છે.