• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

જામનગરમાં GSTની આડેધડ નોટિસોથી અકળાયેલા ઉદ્યોગકારોની કાલે હડતાળ

મૌન રેલી કાઢી કલેક્ટરને અપાશે આવેદનપત્ર 

જામનગર, તા.26 : જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓનાં કારણે પડી રહેલી મુશ્કેલીઓના કાયમી અને વ્યવહારુ ઉકેલની માગ સાથે ઉદ્યોગ સંગઠનો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.28ના એક દિવસ માટે ઉદ્યોગો બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિયેશન ફેઝ-2ના સંયુક્ત ઉપક્રમે તા.28નેસવારે 10 વાગ્યે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશન ખાતેથી શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે મૌન સ્કૂટર-બાઇક રેલી યોજાશે. રેલીમાં જોડાયેલા ઉદ્યોગકારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જીએસટી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર પાઠવશે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, જીએસટી કાયદાની જટિલતાઓ તથા વિવિધ નોટિસોના કારણે પ્રામાણિક કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્નોના નિવારણ માટે જીએસટી કાયદામાં જરૂરી ફેરફારો કરી સ્પષ્ટ નીતિ અને માર્ગદર્શિકા બનાવવામાં આવે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક