• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા તા.28મીથી હડતાળનું એલાન બેન્ક કર્મચારીઓનો મહિનામાં ચાર શનિવારની રજાની માગનો મુદ્દો યથાવત્

રાજકોટ, તા. 26 : બેન્ક કર્મચારીનાં સાત સંગઠનના બનેલા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે તા.28, 29 અને 30ના રોજ હડતાળનું એલાન આપ્યું છે.

2015માં જ્યારે બેન્ક કર્મચારીઓએ મહિનામાં ચાર શનિવારની રજાની માગ ઉઠાવી ત્યારે આઇબીએએ સરકારની મંજૂરીથી મહિનામાં બીજો અને ચોથો શનિવાર બેન્ક બંધ રાખવાનું કબૂલ કર્યું હતું. 2020માં બેન્ક કર્મચારી અધિકારીઓએ ચાર શનિયારની રજાની માગ ઉઠાવી હતી ત્યારે આઇબીએએ બીજા સમાધાનપદે એટલે કે 12મા દ્વિ-પક્ષીય કરારમાં નિર્ણય લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

12માં દ્વિ-પક્ષીય કરારની વાતચીત દરમિયાન આઇબીએ તરફથી ચાર શનિવારની રજા આપવા સહમત થયા હતા. તેને બદલે કર્મચારીઓએ અઠવાડિયાના બીજા દિવસોમાં 40 મિનિટ વધારાનું કામ કરવાનું નક્કી કર્યું હતું અને સરકારને ચાર શનિવારની રજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરકારના નાણા મંત્રાલયે કોઈ નિર્ણય આજદિવસ સુધીમાં લીધો નથી.

તા. 22 સપ્ટેમ્બર, 2026ના રાજ સમાધાનકાર સમક્ષ, વાયાઘાટ થઈ ત્યારે યુનિયન તરફથી ચાર શનિવારની રજા અંગે સરકારને જણાવ્યું હતું કે, જો સરકાર કોઈ સમય મર્યાદામાં ચાર મહિનાની રજાનો નિર્ણય લેવા તૈયાર હોય તો કર્મચારી સંગઠનને હડતાળ મુલતવી રાખવા સહમતી આપી હતી પરંતુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રિઝર્વ બેન્કે રાષ્ટ્રીયકૃત બેન્કોને તા.27ને રવિવારના રોજ બેન્કોનું કામ કરવા આદેશ આપ્યો છે. યુનિયને પણ કર્મચારીઓને સમાધાનની શરત મુજબ રવિવારે કર્મચારીઓને કામ કરવાની સૂચના આપી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક