આજે વકીલમંડળ તેમજ બાર કાઉન્સિલના હોદ્દેદારો સાથે સરકારની મહત્ત્વની બેઠક ઃ ગુજરાતભરમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ
રાજ્યપાલે
ભાડા બિલ
પર સહી
કરવાનું મોકૂફ
રાખ્યું હોવાનું
એડવોકેટ જનરલે
હાઈકોર્ટને જણાવ્યું
જૂના
કાયદાને ચાલુ
રાખવા અથવા
તેમાં સર્વસંમતિથી
સુધારા વધારા
કરવા વિચારણા
કરાશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.5 ઃ
રાજ્યભરમાં ગુજરાત
ભાડા વિધેયક
2026 સામે વકીલોની
પાંચ દિવસથી
ચાલી રહેલી
હડતાલ વચ્ચે
ગુજરાત સરકારે
એક મહત્વનો
નિર્ણય લીધો
છે. ગુજરાત
ભાડા વિધેયક
2026નો અમલ
કરવા પર
સરકારે હાલ
રોક લગાવી
દીધી છે.
રાજ્યપાલ આચાર્ય
દેવવ્રત દ્વારા
પણ બિલ
પર સહી
નહીં કરવામાં
આવે અને
સરકાર જૂના
કાયદાને જ
ફરીથી અમલમાં
લાવવાનો પ્રયાસ
કરશે અથવા
તેમાં સુધારા
વધારા થઈ
શકે છે
તેવી ખાતરી
એડવોકેટ જનરલ
કમલ ત્રિવેદીએ
ગુજરાત હાઈકોર્ટ
સમક્ષ આપી
હતી. ભાડૂઆત
વિવાદોના નિરાકરણની
સત્તા કોર્ટને
બદલે મહેસૂલી
અધિકારીઓને આપવા
સંબંધિત આ
બિલનો વકીલો
સખત વિરોધ
કરી રહ્યા
છે. આ
બિલની વિવાદાસ્પદ
જોગવાઈઓને લઈને
રાજ્યભરના 182 જેટલા
વકીલમંડળોમાં ભારે
નારાજગી જોવા
મળી છે.
સોમવારે ગુજરાત
હાઈકોર્ટના એડવોકેટ
એસોસિએશને પણ
બે દિવસ
કોર્ટની કામગીરીથી
અળગા રહેવાનો
નિર્ણય કરીને
હડતા પર
ઉતરેલા વકીલોને
સમર્થન જાહેર
કર્યું હતું.
છેલ્લા પાંચથી
છ દિવસથી
વકીલોએ હડતાળનું
શસ્ત્ર ઉગામતા
કોર્ટની દૈનિક
કામગીરી ખોરવાઈ
છે અને
લાખો કેસો
પર તેની
અસર પડી
છે.
એડવોકેટ
જનરલ કમલ
ત્રિવેદીએ જસ્ટિસ
મૌલિક જે.
શેલતની બેન્ચ
સમક્ષ સોમવારે
મહત્વપૂર્ણ રજૂઆત
કરી હતી.
તેમણે કોર્ટને
માહિતી આપતા
જણાવ્યું કે,
નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી
અને બાર
કાઉન્સિલ ઓફ
ગુજરાતના સભ્યો
સાથે એક
બેઠક યોજાઈ
હતી, જેમાં
સરકારે વકીલોને
ભાડા બિલ
અંગે સ્પષ્ટ
ખાતરી આપી
છે કે
આ બિલ
પર રાજ્યપાલ
સહી કરશે
નહીં. પરિણામે
બિલ કાયદો
બનશે નહીં.
અમે જૂના
કાયદાને જ
ફરીથી અમલમાં
લાવવાનો પ્રયાસ
કરીશું. મંગળવારે
આ મુદ્દે
વકીલ મંડળ
તેમજ બાર
કાઉન્સિલના હોદ્દેદારો
સાથે સરકારે
બેઠક બોલાવવા
તૈયારી દર્શાવી
છે અને
તેમાં વાજબી
નિર્ણય લેવામાં
આવી શકે
છે.
હાઇકોર્ટમાં
પરિસ્થિતિ અંગે
વાત કરતાં
એડવોકેટ જનરલે
વધુમાં જણાવ્યું
હતું કે,
હાલના સમય
કોર્ટ એક
દિવસ પણ
ના ચાલે
તો સ્થિતિ
ખરાબ છે.
વકીલોની જે
પણ માંગણીઓ
અને રજૂઆતો
છે, તેને
સરકારે ગંભીરતાથી
સાંભળીને સકારાત્મક
નિરાકરણ લાવવાની
સંપૂર્ણ ખાતરી
આપી છે.
આથી જ
ભાડા કરાર
સંબંધિત નવો
નિર્ણય હાલ
પૂરતો મોકૂફ
રાખવામાં આવ્યો
છે.
જોકે,
આટલી સ્પષ્ટ
ખાતરીઓ છતાં
વકીલોની હડતાલ
હજુ પાછી
ખેંચાઈ નથી.
ગુજરાત હાઈકોર્ટ
એડવોકેટ્સ એસોસિએશને
સોમવારે બિલની
જોગવાઈઓનો વિરોધ
કરી રહેલા
વકીલોના સમર્થનમાં
5 અને 6 ઓક્ટોબરના
રોજ કોર્ટ
કાર્યવાહીથી દૂર
રહેવાનો નિર્ણય
કર્યો છે.
ગુજરાત
ભાડા વિધેયક-2026ને
લઈને વકીલોનો
વિરોધ હવે
અમદાવાદથી આગળ
વધીને રાજ્યવ્યાપી
સ્વરૂપ ધારણ
કરી ચૂક્યો
છે. અમદાવાદમાં
પણ વિવિધ
બાર એસોસિએશન
સાથે જોડાયેલા
વકીલો દ્વારા
બાઇક રેલી
યોજાઈ હતી
તેમજ ગોંડલમાં
બાર એસોસિએશન
દ્વારા અચોક્કસ
મુદતની હડતાલની
જાહેરાત કરાઇ
છે. ઉપરાંત
જામનગર અને
પોરબંદરમાં પણ
વકિલોએ એકઠા
થઇને સુત્રોચ્ચાર
કરીને વિરોધ
નોંધાવ્યો હતો.
રાજકોટ, જાફરાબાદ,
માણાવદર, દ્વારકા,
બોટાદ સહિતના
અનેક શહેરમાં
વકીલોએ વિરોધ
નોંધાવ્યો અને
આજથી કોર્ટ
કાર્યવાહીથી અળગા
રહેવાનો નિર્ણય
લીધો હતો.