ફેકટરીના નકશા મંજૂર કરાવવા અને ફેકટરીમાં વિઝીટ કરી હેરાન નહી કરવા માગી હતી રૂ. 25 હજારની લાંચ
મોરબી,તા.5ઃ
મોરબીના સેવાસદનમાં
એ.સી.બી.ની
ટીમે છટકું
ગોઠવી રૂ.25
હજારની લાંચની
માગણી કરનારા
ઓદ્યોગિક સલામતી
નાયબ નિયામક
અને સ્વાસ્થ્ય,
ડેપ્યુટી ચીફ
ઇન્સ્પેકટર કમ
ફેસીલીએટેટર ફોર
ફેક્ટરીઝ તથા
તેના મળતિયાને
ઝડપી લીધા
હતા.
ફેક્ટરી
એક્ટ એડવાઈઝર
તરીકે ફેક્ટરી
એક્ટ મુજબ
કન્સલ્ટીંગ કામ
કરતા એક
ફરિયાદી પાસેથી
ફેકટરીના નકશા
મંજૂર કરાવવા
અને ફેકટરીમાં
વિઝીટ કરી
હેરાન પરેશાન
નહી કરવા
બદલ નાયબ
નિયામક ઐાધોગિક
સલામતી અને
સ્વાસ્થય તથા
ડેપ્યુટી ચીફ
ઇન્સ્પેકટર કમ
ફેસીલીટેટર ફોર
ફેક્ટરીઝ, વર્ગ-1ના
જતીન સુરેશચંદ્ર
આદેસરા (રહે.મંગલમ
પ્લોટ નં.11/બી,
રાજકોટ)એ
ફરિયાદી પાસેથી
રૂ.25 હજારની
લાંચની માગણી
કરી હતી.
તેમજ જાતિન
આડેસરાએ લાંચની
રકમ આરોપી
અજયાસિંહ નાથુભા
ઝાલા (ભારતી
એપાર્ટમેન્ટ, એરપોર્ટ
રોડ, રાજકોટ)ને
આપવા જણાવ્યું
હતું. ફરિયાદી
લાંચ આપવા
માંગતા ન
હોય એ.સી.બી.
મોરબીનો સંપર્ક
કર્યો હતો.
એ.સી.બી.
ટીમે લાલબાગ
સેવાસદન ખાતે
આવેલા ઓદ્યોગિક
સલામતી અને
સ્વાસ્થ્યની કચેરી
કમ્પાઉન્ડના નીચેના
ભાગે છટકું
ગોઠવ્યું હતું.
જેમાં આરોપી
જતીન આડેસરાની
હાજરીમાં આરોપી
અજયાસિંહ ઝાલાએ
રૂ.25 હજારની
લાંચ સ્વીકારતા
બંને આરોપીને
ઝડપી લેવામાં
આવ્યા હતા.
મોરબી એ.સી.બી.
પી.આઈ.
પી.એ.
દેકાવાડીયાની ટીમે
ટ્રેપ ગોઠવી
લાંચિયા અધિકારી
અને તેના
મળતિયાને ઝડપી
લઈને આગળની
કાર્યવાહી હાથ
ધરી છે.