• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

ભાદરવામાં આકરી ગરમીનો કહેર, ગુજરાતમાં દિવસ તપ્યો અને રાતે અકળામણ

રાજકોટ 39.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન

રાજકોટ તા.8: ભાદરવા મહિનામાં ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાતા દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને રાત્રિના સમયે અકળામણનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજકોટ 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી, ડીસામાં 38.6 ડિગ્રી અને ભુજમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને વડોદરામાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે હાલ જે પ્રકારની ગરમી પડી રહી છે, તેવી જ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે છે. આજે રાજકોટમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાતા પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો. સુરેન્દ્રનગરમાં 38.8, ડીસામાં 38.6, ભુજમાં 37.8, અમદાવાદમાં 37.6, વડોદરામાં 37.6, કંડલા પોર્ટમાં 37.6 અને કેશોદમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  અમરેલીમાં 37.5, સુરતમાં 37.2, મહુવામાં 37.2, પોરબંદરમાં 36.9, ભાવનગરમાં 36.8, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 35.6, નલિયામાં 35.4, ઓખામાં 31.4 અને દ્વારકામાં 30.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસની ગરમીની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહ્યું હતું. જેના કારણે રાત્રિના સમયે પણ ગરમી અને બફારાનો અનુભવ થયો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક