• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

મોચા ખાતે રૂ.100 કરોડના ખર્ચે સ્થપાશે મરિન બાયોટેકનોલોજી કોરિડોર

દરિયાઈ સંશોધન, બાયોમેન્યુફેક્ચારિંગ, સ્ટાર્ટઅપ્સ અને દરિયાકાંઠાના યુવાનોની આજીવિકાને મળશે વેગ : મંત્રી અર્જુન મોઢવાડીયાએ કરી જાહેરાત

મરીન કોરીડોર વિકસાવવા માટે આજે થશે એમ.ઓ.યુ.

પોરબંદર તા.8: પોરબંદરની બ્લુ બાયો ઇકોનોમીને બુસ્ટર ડોઝ શુક્રવારે મળશે જેમાં મોચા ખાતે રૂા. 100 કરોડના ખર્ચે મરિન બાયોટેકનોલોજી કોરિડોરનું નિર્માણ થશે તેવી મહત્વની જાહેરાત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકમંત્રી અર્જુન મોઢવાડીયાએ કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર પોરબંદર જિલ્લાના મોચા ગામ ખાતે રૂ.100 કરોડનાં ખર્ચે મરિન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર વિકસાવશે. આ મરીન કોરિડોર વિકસાવવા માટે આવતીકાલ તા.9ને શુક્રવારનાં રોજ ભાવનગર ખાતે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને સી.એસ.આઈ.આર. સી.એસ.એમ. સી.આર.આઈ. (સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) વચ્ચે એમ-બી.આર.આઈ.સી.-ની સ્થાપના માટે સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કરવામાં આવશે.

આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેશે. આ કોરિડોરનો હેતુ રાજ્યના સમૃદ્ધ દરિયાઈ જૈવિક સંસાધનોને ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનો, નવા ઉદ્યોગો અને રિયાકાંઠાના સમુદાયો માટે ટકાઉ આજીવિકા ઉભી કરવાનો છે.

વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ હેઠળનાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (જી.એસ.બી.ટી.એમ.)ની આ પહેલ દરિયાઈ વિજ્ઞાન, બાયોટેકનોલોજી સંશોધન, ક્ષેત્રીય ખેતી, ટેકનોલોજી વિકાસ, પાયલટ-સ્કેલ બાયોમેન્યુફે ચિંગ, સાહસિકતા (એન્ટરપ્રિન્યોરશિપ) અને વ્યાપારીકરણને જોડતી એક સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવશે.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના વિવિધ દરિયાઈ અને તટીય સંસાધનો, જેમાં સીવીડ, માઇક્રોએલ્ગી, મરિન માઈક્રોઓર્ગેનિઝમ અને ખારાશવાળી ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે, તે બાયોટેકનોલોજી-આધારિત ઉદ્યોગો માટે મોટી તકો પૂરી પાડે છે. એમ-બી.આર.આઈ.સી. દ્વારા આ સંસાધનોને જીનોમિક્સ, બાયોઇન્ફોર્મેટિકસ અને બાયોપ્રોસાસિંગ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને ઉચ્ચ-મૂલ્યવાળા ઉત્પાદનોમાં વિકસાવશે.

ઇ-પેપરના નવા શુલ્ક