પોલીસ
રિકન્સ્ટ્રક્શનમાં આરોપીઓએ ઝાડ બતાવ્યું : પોલીસ તપાસમાં પ્રેમી યુવકના વાળ કાપી નાખ્યાની
કબૂલાત, મોબાઇલમાંથી મહિલાના અત્યાચાર અને તેના પ્રેમીને માર મારવાના વીડિયો મળ્યા
: હજુ નવા નામ ખૂલવાની શક્યતા
સુરેન્દ્રનગર,
તા.7: સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે પરિણીત મહિલા સાથે કરવામાં આવેલા અત્યાચારના
ચકચારી કેસમાં પોલીસે ઝડપી પાડેલા તમામ 9 આરોપીઓને બુધવારે સાંજે પાંચ વાગ્યે સુરેન્દ્રનગર
સબ જેલ ખાતે ધકેલી દીધા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે
ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. સંઘાળાના જણાવ્યા મુજબ, હજુ
તપાસ દરમિયાન આ ઘટનામાં સંડોવાયેલા નવા આરોપીઓનાં નામ પણ બહાર આવે તેવી શક્યતા છે.
મળતી
વિગતો મુજબ, પરિણીત મહિલા અન્ય એક પુરુષ સાથે જતી રહી હતી. ત્યારબાદ પરિવારજનો અને
સંબંધીઓએ બંનેને શોધી પરત લાવ્યા હતા. મહિલાને પરંપરાગત શુદ્ધિકરણના નામે ઝાડ સાથે
બાંધી દેવામાં આવી હતી અને તેની સાથે અત્યાચાર ગુજારાયો હતો. જે પુરુષ સાથે મહિલા ગઈ
હતી તેના પણ વાળ કાપીને તેને યુરીન પીવડાવી માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં
બે મહિલાઓની સંડોવણી પણ પોલીસ તપાસમાં સામે આવી છે.સમગ્ર બનાવથી સૌરાષ્ટ્રમાં ફિટકાર
વરસ્યો છે.
ઘટનાની
ગંભીરતા ત્યારે વધુ સામે આવી જ્યારે આરોપીઓએ બનાવના વીડિયો બનાવી તેને સોશિયલ (જુઓ પાનું 10)
મીડિયા
પર વાયરલ કર્યા હતા. વીડિયો પોલીસ સુધી પહોંચતાં જ એએસપી વેદિકા બિહાનીના માર્ગદર્શન
હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મહિલાની ઓળખ કરી તેને શોધી કાઢી સલામત
રીતે બહાર લાવી હતી અને ત્યારબાદ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
હતી.
પોલીસે
પોપટ સરવૈયા, રમેશ સરવૈયા, જયંતી સરવૈયા, ભરત સરવૈયા, જીતુ સરવૈયા, પપ્પુ પરમાર, કલા
સરવૈયા, ગીતાબેન સરવૈયા અને લીલાબેન સરવૈયા સહિતના 9 આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન
કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ મહિલાને જ્યાં ઝાડ સાથે બાંધી હતી તે
જગ્યા પોલીસને બતાવી હતી. આ ઉપરાંત અગાઉની ઘટનાક્રમની કડીઓ પણ પોલીસ દ્વારા મેળવવામાં
આવી રહી છે.
પોલીસ
હવે મોબાઇલમાં મળેલા વીડિયો, આરોપીઓની પૂછપરછ અને રિકન્સ્ટ્રક્શનના આધારે તપાસ આગળ
વધારી રહી છે. આ તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવે છે કે કેમ તે અંગે પણ
પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.